તા. ૨૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 15th March 2025
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે હજુયે અનિશ્ચિતિતા
હાઈકોર્ટમાં પેન્ડિંગ ઈલેકશન પીટિશનમાં મુદ્દત ૨ જુલાઈ-૨૦૨૫ દર્શાવાતા જબરી દ્વિધા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૫: વિસાવદર-ભેસાણ વિધાનસભાની જે તે વખતે સામાન્ય ચૂંટણીના પરિણામમાં ભૂપેન્દ્રભાઈ ભાયાણીને વિજેતા જાહેર કરાતા આ ચૂંટણી પરિણામને પડકારતી રીટ પીટિશન (૧) હર્ષદભાઈ રીબડીયા (૨) મોહિતભાઈ માલવીયા (૩) હરેશભાઈ ડોબરિયાએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી જેનો નિકાલ ન આવતા વિસાવદર-ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણી હજુ સુધી જાહેર થઈ ન હતી.
દરમિયાન તાજેતરમાં જ આ ૩ અરજદાર પૈકી (૧) હર્ષદભાઈ રીબડીયા તથા (૨) મોહિતભાઈ માલવિયાએ ઈલેકશન પીટિશન પાછી ખેંચી લીધેલ અને ત્રીજા અરજદાર હરેશભાઈ ડોબરિયાની અરજી પેન્ડિંગ રહેલ. દરમિયાન આજની સ્થિતિએ હરેશભાઈ ડોબરિયાવાળી ઈલેકશન પીટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસ સ્ટેટસમાં હાલ પેન્ડિંગ બતાવે છે અને આગામી મુદ્દત ૨ જુલાઈ-૨૦૨૫ દર્શાવાઈ રહી છે. જેથી શુ હરેશભાઈ ડોબરિયાએ હજુ ઈલેકશન પીટિશન પાછી નહીં ખેંચી હોય..? આગામી ૨જી જુલાઈએ કોર્ટ મુદ્દત હોય તો હવે ચૂંટણી અંગે શુ..? તેવી અનેકવિધ ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
