<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટ મનપાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી મ્યુઝિકલ નાઇટમાં સતત બીજા વર્ષે ભારે અવ્યવસ્થા સર્જાઈ : રાજકોટ મનપાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી મ્યુઝિકલ નાઇટમાં સતત બીજા વર્ષે ભારે અવ્યવસ્થા: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું તોછડું વર્તન * ભાજપના પદાધિકારીઓ-અધિકારીઓ માટે સ્પેશિયલ સોફા મુકયા: પાસ માત્ર શોભાના ગાઠીયા બન્યા: વી.વી.આઈ.પી પાસ ધારકોએ નીચે બેસી કાર્યક્રમ નીહાળ્યો: ભાજપના કાર્યકરો માટે ખાસ ખુરશીની વ્યવસ્થા કરાઈ: શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કાર્યક્રમ શરૂ થતા વાટ પકડી: માત્ર સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને પોલીસ તંત્રની વ્યસથા માટે દોડધામ જોવા મળી * કાર્યક્રમ બંધ કરવાની ચીમકી: સુરેન્દ્રસિંહ * ઓવર ક્રાઉડના કારણે કાર્યક્રમ પાંચ મિનિટ રોકાયો: ખુદ મનપાના તંત્રના વાંકે જ સ્ટેજ પાસે યુવાનો આવી ગયા બાદ સ્ટેજ પરથી જયમીન ઠાકર અને સુરેન્દ્રસિંહ વાળાની અપિલ9:44 AM IST

વિડીયો કોલમાં પીએસઆઇ શંકર પાટીલના નામે વર્દીધારીએ એવા ડરાવ્‍યા કે નિવૃત શિક્ષકે ૧ કરોડ ૪૦ લાખ આપી દીધા! : હું જીઓ ટેલિકોમ કંપનીમાંથી બોલુ છું, તમારો ફોન બે કલાકમાં બંધ થશે કારણ કે આ ફોનનો ઉપયોગ ચાઇલ્‍ડ પોર્નોગ્રાફી, ઓનલાઇન ગેમ્‍બલીંગ, સાયબર આતંકવાદમાં થયો છે...કહી ડીજીટલ એરેસ્‍ટ કરી લીધાઃ બે મોબાઇલ નંબર અને ત્રણ બેંક એકાઉન્‍ટના ધારકો સામે ગુનો : એરપોર્ટ રોડ એકઝાન સોસાયટીમાં રહેતાં ૭૬ વર્ષના કુરબાન વલીજી બદામીએ પોતાના અને પત્‍નિના ખાતામાંથી નાણા ટ્રાન્‍સફર કરી દીધા, વધુ ૧૦ લાખ મંગાતા કેનેડા રહેતી દિકરી પાસે નાણા માંગતા આ ફ્રોડ હોવાની ખબર પડીઃ પીઆઇ એમ. એ. ઝણકાતે તપાસ શરૂ કરી : તમારુ આધારકાર્ડ સાયબર આતંકવાદમાં વપરાયું છે, આમાં ૧૦ વર્ષથી લઇ આજીવન કેદની સજાની જોગવાઇ છે, તમને ફીઝીકલ એરેસ્‍ટ નથી કરતાં, ડીજીટલ એરેસ્‍ટ કરીએ છીએ, સહકાર આપશો તો આતંકવાદ કેસમાં રાહત મળશે કહી સુપ્રિમ કોર્ટ, રીઝર્વ બેંકના નામે ખોટા દસ્‍તાવેજો મોકલ્‍યાઃ તમારી પ્રોપર્ટી લીક્‍વીટાઇઝ કરી રોકડા આરબીઆઇમાં જમા કરાવો, કેસ પુરો થયે તમને વ્‍યાજ સાથે નાણા પાછા મળશે કહી રૂપિયા પડાવી લેવાયા3:19 PM IST

અશક્ય ને શક્ય બનાવતા દિવ્યાંગ ઉત્તમ મારૂઃ GPSC પરીક્ષા પાસ કરી પ્રોફેસર બન્યા : ઉત્તમનો જન્‍મ થયો ત્‍યારે તેને બન્‍ને આંખો ન હતી, નાક નહોતું, હોઠ નહોતા, તાળવુ નહોતુ, મણકામાં પણ તકલીફ હતી, તબીબોએ પણ કહેલું કે તેને ઈન્‍જેકશન આપી શાંતિથી ભગવાન પાસે મોકલી દેવું જોઈએ પણ : ઉત્તમના દાદાએ ડોક્‍ટરની વાત ન માને અને કહ્યું ‘ઈશ્વરનું આપેલું જેવું હોય એવું સ્‍વીકારવું જોઈએ...: આ દિવ્‍યાંગ બાળક રેગ્‍યુલર શાળામાં જ ભણ્‍યો ધો.૧૦માં ૮૦ ટકા અને ધો.૧૨માં ડિસ્‍ટીંકશન માર્ક સાથે શાળા પ્રથમ રહેલ, એમ.એ.માં સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ સ્‍થાન મેળવેલ, બી.એ.માં સંસ્‍કૃત વિષય સાથે પાસ થયા હતા4:14 PM IST