<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ખંભાળીયામાં ૧૦૦ વર્ષની થતી ગગવાણી ફળીમાં હોળીનાં દર્શને ભાવિકો

હોળી પાસે હનુમાનજીની સ્‍થાપના પણ કરાય છેઃ સમૂહ ભોજનમાં ઉમટયા ભકતજનો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૫: ખંભાળીયામાં ગગવાણી ફળીમાં થતી પ્રાપ્ત અને ૧૦૦ વર્ષોથી વધુ સમયથી થતી હોળી નામરૂતા રૂપ થતી હતી તથા મોટી સંખ્‍યામાં લોકો દર્શન તથા પૂજા કરવા જોડાયા હતા.

ગગવાણી ફળીમાં વર્ષો જૂના સમયથી ચોકમાં હોળી થાય છે.  જેમાં ઇશ્‍વરભાઇ લોહાણા કેન્‍ટિન વાળા, સ્‍વ. ગગુદતાણી સ્‍વ. વિઠ્ઠલરાય આપાય  નીતીન ગણાત્રા પરિવારના વડીલો, સ્‍વ. લખુભાઇ કલ્‍યાણનું સતવારાના વડીલો, હસમુખ કંસારાના વડીલો દ્વારા તથા સ્‍વ. ધર્મેન્‍દ્રભાઇ આચાર્ય  સ્‍વ. કિશોરભાઇ ગગુભાઇ દતાણી, નરેન્‍દ્રભાઇ, ભૂપતભાઇ, ધીરુભાઇ વિ. પરિવારના વૃધ્‍ધોના સમયની અહીં ૧૦૦ વર્ષ ઉપરાંત સમયથી હોળી થાય છે.

ચોકમાં હોળી  પાસે હનુમાનજીની સ્‍થાપના પણ કરાઇ છે. તથા હોળી પણ ગોઠ (સમૂદ્ર તોન્‍મી) નો પણ કાર્યક્રમ થાય છે. યોગેશભાઇ આચાર્ય, નીતીનભાઇ આચાર્ય દ્વારા તથા કમલેશભાઇ જોશી દ્વારા શાષાોકત પણ કરી હોલીકા પ્રાગ્‍ટય કરાયું  હતું. જેમાં વિશાઇ સંખ્‍યમા ભાવિકો પૂજા કરવા ઉમટયા હતા. હિતેશભાઇ આચાર્ય દિલીપભાઇ કછટીયા, કમલેશભાઇ જોશી, જીનીશભાઇ ઠકકર પરિવાર દ્વારા ભાવેશભાઇ , મનુભાઇ કાનાણી, મુંબઇથી અરૂણભાઇ ઓઝા નરેન્‍દ્રભાઇ વિ પણ જોડાયા હતા.(

(1:42 PM IST)