<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

કાલાવાડમાં કપાસ ભરેલ પૂરપાટ જતો ટ્રક વિજ વાયરને અડી જતા સળગ્‍યોઃ કેબીનમાં બેસેલા યુવાનનું મોતઃ બે દાઝી ગયા

કાલાવડમાં કપાસ ભરેલ ટ્રક વીજ લાઈન સાથે અડી જતા એકનું મોત થયેલ તેની તસ્‍વીર

ᅠ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ઈસ્‍માઈલભાઈ જુમાભાઈ ખમીશાભાઈ  સોરા (સંધી), (ઉ.વ.૪૩) (રે.સરકારી હોસ્‍ટિલ પાછળ કુંભનાથપરા), કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે જી.જે.૧૦-ટી વાય-૭૭૦૧ નો ચાલક દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ, રે.કાલાવડવાળા એ પોતાના ટ્રકની કેબીનના ઉપરના ભાગે ફરીયાદી ઈસ્‍માઈલભાઈ જુમાભાઈ સોરા તથા વિકેશ ઉર્ફે વિકાસ સાગરભાઈ અજનાર તથા સાહેદ હુશેનભાઈ સુમરાને બેસાડી પોતાના હવાલાની ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી અને ગફલત ભરી રીતે ચલાવી રહયા હતા ત્‍યારે જીવાપર રોડ ઉપર ગૌશાળા પાસે પહોંચતા રોડ ક્રસ કરતી વેળા ઉપર વીજલાઈન વિકેશને અડી જતા શોર્ટ લાગતા તેનું મોત નિપજાવી અને ફરીયાદી ઈસ્‍માઈલને વીજ કરંટ લાગતા વાસાના ભાગે તથા પગના ભાગે દાજી જતા તેમજ કાન તથા મોઢાના ભાગે સામાન્‍ય ઈજા કરી તથા સાહેદ હુશેનભાઈને સામાન્‍ય ઈજા કરી ગુનો કરેલ છે.

આ ટ્રકમાં કપાસ ભરેલ હતો. જે રાધેશ્‍યામ ગૌશાળા પાસે પહોંચતા ટ્રક હાઈવોલ્‍ટેજ વિજ લાઈન સાથે અડી જતાં આગ લાગી હતી. જે પછી ફાયર વિભાગે પહોંચી આગ કાબુમાં લીધી હતી.

જે વ્‍યકિતનું મોત થયેલ તે ટ્રકની કેબીનમાં બેસેલ હતો તેમ જાણવા મળે છે.

(1:45 PM IST)