તા. ૨૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૫ રવિવાર
News of Sunday, 16th March 2025
મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્નનું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.
કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદી આભૂષણો સહિત 111 ચીજવસ્તુઓ ભેટ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા માં બાપ વિહોણી તેમજ નિરાધાર દિકરીઓનો પ્રથમ સમૂહલગ્નનું ફાગણ વદ-૨ તા. ૧૬-૦૩-૨૦૨૫, ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના ગ્રાઉન્ડમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા ફાગણ વદ-૨ તા. ૧૬-૦૩-૨૦૨૫, ને રવિવારના રોજ પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માં બાપ વિહોણી તેમજ નિરાધાર 5 દિકરીઓનો પ્રભુતામાં પગલાં પાડશે
આ સમૂહલગ્નમા દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના આભૂષણોથી લઈ જીવનજરૂરીઆતની કિંમતી 111 ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે જેને સંતો મહંતો, રાજકીય આગેવાનો,સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આશીવચન પાઠવશે.આ સમૂહલગ્નને સફળ બનાવવા ભુવાશ્રી પ્રદીપભાઈ ચાવડા, ડો.ગણેશ નકુમ, મનસુખભાઇ સોનગ્રા સહિત આવાસની મેલડી યુવા ગ્રુપના કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
