News of Sunday, 16th March 2025
મોરબીના મચ્છુ ૨ ડેમ નજીકથી ૧.૦૭ લાખના દેશી દારૂ-આથાના જથ્થા સાથે એક ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મચ્છુ ૨ ડેમ નજીક વોકળામાં રેડ કરી પોલીસે ૭૦૦ લીટર દારૂ બનાવવાનો ઠંડો આથો અને ૪૫૦ લીટર દેશી દારૂ સહીત ૧ લાખથી વધુના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ગામેં મચ્છુ ૨ ડેમની બાજુમાં વોકળામાં નદીના કાંઠે રેડ કરી હતી જ્યાં બાવળની કાંટમાં રાખેલ દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૭૦૦ લીટર કીમત રૂ ૧૭,૫૦૦ અને દેશી દારૂ ૪૫૦ લીટર કીમત રૂ ૯૦,૦૦૦ સહીત કુલ રૂ ૧,૦૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિશાલ કાનાભાઈ ઉધરેજા રહે લીલાપર ગામ વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી કિરણ ઉર્ફે બેબ્લો નાગજી દેગામાં રહે લીલાપર ગામ તા. મોરબી વાળાનું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
(1:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
