તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 16th March 2025
સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર છકડા રીક્ષાને નડયો ગોઝારો અકસ્માતઃ ૧નું મોતઃ ૬ લોકો ઘાયલ
ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડવામાં આવ્યા

રાજકોટઃ સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર છકડા રીક્ષાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું.
જ્યારે 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. છકડો મજુરી કામ કરતા લોકોને લેવા માટે ઉભો હતો, પરંતુ પાછળથી આવી રહેલ પીક અપ ડાલાએ ટક્કર મારી હતી.
પીક અપ ડાલાના ડ્રાઈવરે ટક્કર મારી હતી, તો બીજી તરફ ટક્કર મારી નાસી છૂટ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ પીક અપ ડાલાનો ડ્રાઈવર થોડાક જ સમયમા ઝડપાયો હતો. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
