<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

દુઃખદ અવસાન : નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ જાડેજાનું નિધન

તેમની અંતિમયાત્રા આવતીકાલે, 17 માર્ચે સવારે 8 વાગ્યે જામનગરથી નીકળશે

જામનગર, માર્ચ 16, 2025: મૂળ વચલી ઘોડી (તા. પડધરી)ના વતની અને હાલ જામનગરમાં રહેતા નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ વી. જાડેજા (વી.વી. જાડેજા) (ઉંમર 75)નું તા. 16-03-2025ના રોજ દુઃખદ અવસાન થયું છે.

તેઓ મહિપાલસિંહના પિતા હતા. સદગતની અંતિમયાત્રા આવતીકાલે, સોમવાર, તા. 17 માર્ચે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાન પંચવટી, જામનગરથી નીકળશે અને ગાંધીનગર (જામનગર) સ્મશાનગૃહ ખાતે પહોંચશે.

(12:07 AM IST)