<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

શનિવારે જસદણમાં સ્‍વ. મહાદેવભાઇ ચાંવ પરિવાર દ્વારા પુ. મુકતાનંદબાપુનું સન્‍માન

ભવ્‍ય લોકડાયરો અને રાજગોર સમાજમાં રાજકીય ક્ષેત્રે ચુંટાયેલા અને કલાકારોને પુ. બાપુ સન્‍માનિત કરશે

(વિતુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: આગામી તા. રર માર્ચને શનીવારના રોજ રાધેશ્‍યામ કોટેક્ષ વિછીંયા રોડ જસદણ ખાતે સ્‍વ. મહાદેવભાઇ ગોપાલજીભાઇ ચાંવ પરિવાર દ્વારા ત્રિવીધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

જેમાં પ્રયાગરાજ મહાકુંભ મેળમાં અખિલ ભારત સાધુ સમાજના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પુ. મુકતાનંદબાપુ દ્વારા ભજન અને ભોજનની આહલેક જગાવવા બદલ વંદનભાવ સહ સન્‍માન કરવામાં આવશે સાંજે ૭:૩૦ કલાકે ભોજન પ્રસાદ ત્‍યારબાદ ૮:૩૦ કલાકે પુ. મુકતાનંદબાપુનુ ચાંવ પરિવારના વિનુભાઇ, ધનશ્‍યામભાઇ, અશોકભાઇ તથા પ્રદિપભાઇ દ્વારા સન્‍માન કરવામાં આવશે અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના કલાકારો સર્વશ્રી જીતુભાઇ ચાવડા ગોર સાહિત્‍યકાર દેવલ મહેતા, પ્રતાપ મહેતા (ગોરભા) લોક ગાયિકા ડો. વર્ષા મહેતા ભવદિપ મહેતા કમલેશ મહેતા, ઉર્મિલાબેન તથા રીટાબેન પ્રધ્રુમન જોષી, કરણ મહેતા, પ્રણવ જોષી, કેવલ તેરૈયા, રિધ્‍ધીબેન સાજીદા તબલા શ્‍યામભાઇ જોષી બન્ને વાદક સહિત ૧ર થી વધુ કલાકારો ડાયરામાં જમાવટ કરશે આ તમામ કલાકારોનું પુ. મુકતાનંદબાપુના હસ્‍તે સન્‍માન કરવામાં આવશે તેમજ તાજેતરમાં વિવિધ રાજકિય ક્ષેત્ર માંથી ચુંટાયેલા જ્ઞાતિના ઉમેદવારોનું પણ પુ. બાપુના હસ્‍તે સન્‍માન થશે. રાત્રે ૯ કલાકે લોકડાયરો શરૂ થશે. કાર્યક્રમને સફળ બનાવવા વિનુભાઇ મહાદેવભાઇ ચાંવ પરિવાર દ્વારા તૈયારી થઇ રહી છે.(૬.૪)

 

(10:25 AM IST)