<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

સુદામડાના વિડ વિસ્‍તારમાં દરોડોઃ કટીંગવેળાએ ૩૭ લાખનો દારૂ કબ્‍જેઃ ટ્રકમાં ભુસાની આડમાં મંગાવાયેલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૭: સાયલાના વિવિધ વિસ્‍તારમાં વિદેશી દારૂનું વેચાણ વધતું જોવા મળે છે. ત્‍યારે વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળી હતી. આ બાબતે એલસીબીની ટીમે સુદામડાની વીડ વિસ્‍તારમાં રેડ કરી હતી. જેમાં સુદામડા ગામના જયવીરભાઇ જેઠસુરભાઇ કાઠી દરબાર, ભયલુભાઇ રણુભાઇ કાઠી દરબાર, જયુભાઇ રણુભાઇ કાઠી દરબારે કોઇ અજાણ્‍યા શખસ મારફતે વિદેશી દારૂનો જથ્‍થો મગાવ્‍યો હોવાનું બહાર આવ્‍યું હતું.

તપાસમાં પરપ્રાંતિય ટ્રકમાં ભૂસાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની રૂ. ૩૨,૧૮,૫૪૪ની કિંમતની ૪૭૨૮ બોટલ તેમજ રૂ. ૪,૮૪,૦૫૬ની કિંમતની ૫૮૩૨ બિયરની બોટલ મળી આવી હતી. વિદેશી દારૂનો રૂ. ૩૭,૦૨,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રૂ. ૫,૦૦,૦૦૦ની કિંમતની મહિન્‍દ્રા પીકઅપના ચાલકે દારૂનો જથ્‍થો ભરી કટિંગ કરતા રૂ. ૧૫,૦૦,૦૦૦ની કિંમતની ટ્રક સાથે કુલ રૂ.૫૭,૦૨,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન આરોપીઓ હાજર મળી ન આવતા ત્રણ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.  સાયલાના સુદામડા ગામના વિવિધ વિસ્‍તારમાં ટ્રક અને પીકઅપમાં દારૂનું કટીંગ ચાલતું હતું ત્‍યારે દરોડો પાડયો હતો.(૩૮.૧૧)

(11:25 AM IST)