News of Monday, 17th March 2025
તળાજાના આધેડની લાશ વૃક્ષ પર ફાંસો ખાધેલ હાલતમાં મળી

ભાવનગર તા.૧૭: તળાજા ના દિનદયાળ નગરમાં લાંબા સમય સુધી રહ્યા બાદ છેલ્લા કેટલાક સમય થી ગોપનાથ રોડ પર આવેલ આશુતોષ પાર્ક ખાતે રહેતા આધેડ ચાર દિવસ થી લાપતા હતા.જેની લાશ સોસાયટી નજીક જાહેર રોડ પર વડલા ના વૃક્ષ પરથી મળી આવી હતી.વૃક્ષપર ચડી ને આધેડ એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.
ભૂતકાળમા તળાજા નગરપાલિકા મા નોકરી કરતા અને દીનદયાળ નગર ખાતે ગેરેજ તથા પાનનો ગલ્લો ચલાવતા બચુભાઈ રાવૃ(જોગી) ના પુત્ર ઈશ્વરભાઈ ઉ.વ.૫૫ ની ફૂલીને અતિ દુર્ગધ મારતી લાશ આજે પાવઠી રોડ પર આવેલ પેટ્રોલપંપ બાજુમાં આવેલ વડલાના વૃક્ષ પરથી મળી આવી હતી.આધેડ એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધુંહતું.
આધેડ ટિફિનની હોમ ડિલિવરી કરી પરિવાર ને જીવન નિર્વાહમા મદદ રૂપ બનતા હતા.પોલીસે જણાવ્યું હતુ કે છેલ્લા કેટલાક સમય થી માનસિક રોગથી પીડાતા હતા.પૂનમના દિવસે મળતક ઈશ્વરભાઈ ના વાવડ બગદાણા તરફ મળતા તેમના તોહીજનો ગુરુઆશ્રમ ખાતે શોધવા દોડી ગયા હતા.
ઉલ્લેખનીય છેકે જે રીતે વૃક્ષપર લાશ જોવા મળી તે રીતે ગળેફાંસો અહીં કઈ રીતે ખાધો તેવા સવાલો ઉઠી રહ્યા હતા.(૩૮.૧૩)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
