<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ચોટીલા રાજકોટ હાઇવેની બે હોટલો પરથી હજારો લીટર જ્‍વલનશીલ

પદાર્થ મળ્‍યા બાદ બંને હોટલ સીલઃ તપાસનો ધમધમાટ શરૂ ગેરકાયદેસરનો વેપાર કોની મીઠી નજરે ચાલતો હતો? ઉચ્‍ચ કક્ષાએ તપાસ જરૂરી

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૭: ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે સાંજે ચાર કલાકે રાજકોટ હાઇવે ઉપર મોલડી નજીકની ખુશ્‍બુ હોટલ અને યુપી બિહાર પંજાબી ઉપર  આકસ્‍મિક દરોડા પાડેલ  અને વહેલી સવારનાં પાચ વાગ્‍યા સુધી ૧૧ કલાક કાર્યવાહી ચાલી હતી.

 મસ મોટો જથ્‍થો છુપાવવા બંન્ને હોટલનાં મળી કુલ પાચ ટાંકાઓ મળી આવેલ હતા જેમા   અન્‍ડર ગ્રાઉન્‍ડ ટાંકાઓ ઉપર પાકા બાંધકામ ખડકી દેવાયેલ હતા જથ્‍થો કેટલા પ્રમાણમાં છે તેના માટે તંત્ર ને જેસીબી વડે બાંધકામ તોડી પાડવાની ફરજ પડી હતી. ખુશ્‍બુ હોટલની અંદર રસોડાના પ્‍લેટફોર્મ ને બે ટાંકા બનાવી બાયો ડીઝલ રાખવામાં આવેલ તેના ઉપર રસોઇ કરવામાં આવતી જે આગ લાગવા જેવી  ગંભીર દુર્ઘટના બનવાની પુરેપુરી શકયતા હતી.

જ્‍વલનશીલ પદાર્થનાં પળથક્કરણ માટે નમુના લીધા છે. તેમજ પોતાની અને અન્‍યની જીંદગી જોખમમાં મુકી આ ધંધો કરતા તેમજ અન અધિકળત તે પ્રકારે અન અધિકળત ધંધો કરાતો હતો.

જેથી આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શકયતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાન હાનિ થવાના શકયતા પણ રહેલ હતી. દરોડા બાદ સંપૂર્ણ જથ્‍થો પકડવા માટે જેથી આ બંને  હોટલોના માલિક જેમ કે યુપી બિહાર હોટલના જેઠુરભાઈ રામકુભાઇ ખાચર રે. ઠીકરીયાળી તા. વાંકાનેર અને ખુશ્‍બુ હોટલના વિક્રમભાઈ જોરુભાઈ ધાધલ રે. ખેરડી તા. ચોટીલા સામે બંને હોટલ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ચોટીલા હાઇવે ઉપર ઘણાં સમય થી અનેક સ્‍થળોએ અન અધિકળત રીતે વાહનોમાં ઇધણ તરીકે જ્‍વલનશીલ પદાર્થ ભરી આપવાનો વેપાર અનેકની મીઠી નજરે અને કહેવાતી હપ્તા પધ્‍ધતિ થકી ચાલતો હોવાનું અનેક મોટા માથાઓ પણ આ કેમિકલનાં ધંધા સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોવાની ચર્ચા એ જોર પકડયું છે. ત્‍યારે રાજ્‍યનાં પુરવઠા વિભાગ અને ગળહ વિભાગ માટે આ બાબત ઉંડી તપાસનો વિષય બનેલ છે.

બાયો ડીઝલ ઉપર દરોડાની વાત વહેતી થતા આ પ્રકારનાં હાઇવે ઉપર અન્‍યત્ર ચાલતા ગોરખધંધા રાતોરાત સંકેલાઇ ગયા હતા અને કેમિકલ માફિયાઓમાં ફફડાટ છવાયો છે.

(1:20 PM IST)