<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ગોંડલના કમઢીયાની સીમમાં પરપ્રાંતીય યુવકની પથ્‍થરના ઘા ઝીંકી હત્‍યા

મૃતદેહ મકાનના પાયામાંથી મળ્‍યોઃ મૃતક બંસી બાઉ અજનારએ પાંચ દિવસ પહેલા જમીન વાવવા રાખી હતી : મોતના કારણ અંગે તપાસનો ધમધમાટ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., ૧૭ : ગોંડલ તાલુકાના કમઢીયાની સીમમાં પરપ્રાંતીય બંસી બાઉ અજનારનો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ ગોંડલ તાલુકાના કમઢીયાથી દેરડી કુંભાજી ગામ તરફ જતા ખીમાભાઇ જાસોલીયાના ખેતરમાં આવેલ મકાનના પાયામાં કોઇનો મૃતદેહ પડયો હોવાની માહીતી ગોંડલ તાલુકા પોલીસને આપવામાં આવી હતી.

જેથી ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્‍થળે પહોંચીને મૃતદેહ કબ્‍જે કર્યો હતો અને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. મૃતદેહ પાસેથી ખેતરમાં ગોદડુ, લોહીના ડાઘાવાળા પથ્‍થર અને બાઇક (નં. જીજે ર૦ એપી-૪૧૯૮) મળી આવ્‍યું હતું. પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

પ્રાથમીક તપાસમાં જાણવા મળ્‍યું છે કે, પરપ્રાંતીય યુવકના માથા ઉપર પથ્‍થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ મૃતદેહને વાડીના પાયામાં ફેંકી દીધો હોવાની શંકા છે. મૃતક યુવકે પાંચ દિવસ પહેલા જમીન વાવવા માટે રાખી હોવાનું જાણવા મળ્‍યું છે.

આ બનાવની જાણ થતા ગોંડલના સુલતાનપુર પોલીસ ટીમ, એલસીબી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો. (૪.૨૭)

(12:13 PM IST)