News of Monday, 17th March 2025
પૂ.ભાઈશ્રીના સાન્નિધ્યમાં હોળી-ધૂળેટી ઉત્સવમાં સાંદીપનિ શ્રીહરિ મંદિર વ્રજના રંગે રંગાયું
શ્રીહરિ મંદિરમાં સવારે સર્વે શિખરો પર વિધિવત પૂજન પૂર્વક નૂતનધ્વજારોહણ, સાયં આરતી બાદ ઠાકુરજી સન્મુખ વળંદાવનની પ્રસિદ્ધ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું ગાયનઃ પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં અબીલ, ગુલાલથી સૌ ભક્તો હોળી રમ્યા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૫
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતન, શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં તા. ૧૩/૦૩/૨૦૨૫, ગુરુવારે હોળી ઉત્સવ અને તા.૧૪/૦૩/૨૦૨૫ શુક્રવારના રોજ ધૂળેટી ફૂલડોલ ઉત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવાયો.
શ્રીહરિ મંદિરે હોળીના દિવસે તેમજ પૂનમ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં સવારે સર્વે શિખરો પર વિધિવત પૂજન પૂર્વક નૂતનધ્વજારોહણ કરવામાં આવ્યું. સાંજે સાયં આરતી બાદ ઠાકુરજી સન્મુખ વળંદાવનની પ્રસિદ્ધ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું ગાયન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ઉત્સવસ્વરૂપ સર્વે વિગ્રહોની સાથે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં અબીલ, ગુલાલથી હોળી રમ્યા હતા.
ઠાકુરજી સાથે હોળી રમ્યા બાદ વિધિવત સંકલ્પપૂર્વક અને પૂજન સાથે હોલિકાદહન કરવામાં આવ્યું અને સાંદીપનિમાં આવેલ અતિથીઓ અને પોરબંદરથી આસપાસ આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો પૂજ્ય ભાઈશ્રીએ સૌને પ્રસાદ આપ્યો હતો.
તા. ૧૪/૦૩/૨૦૨૫, શુક્રવારે, ધૂળેટી પર્વના દિવસે સવારે ૮ વાગ્યે સર્વે શિખરો પર પૂજન પૂર્વક નૂતન ધ્વજારોહણ થયું. ત્યારબાદ વળંદાવનથી આવેલ મંડળી દ્વારા રસિયા ગાનની સાથે-સાથે પૂજ્ય ભાઈશ્રીએ શ્રીહરિમંદિરમાં બિરાજમાન શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત સૌ સ્વરૂપો સાથે ફૂલોથી અને રંગોથી હોળી ઉત્સવ મનાવ્યો હતો. ત્યારબાદ વળંદાવનથી આવેલી મંડળી દ્વારા વળંદાવનની પરંપરા મુજબ ખૂબ જ સરસ રીતે આનંદદાયક લીલાની પ્રસ્તુતિ થઈ અને ત્યારપછી વળંદાવનની મંડળી અને પૂજ્ય ભાઈશ્રીએ પહેલા ફૂલોથી અને પછી રંગોથી આવેલા સૌ અતિથિ અને ભાવિકો સાથે ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. આ અવસરે શ્રીહરિ મંદિર જાણે સાક્ષાત્ વ્રજમય બન્યું હોય એવું વાતાવરણ સર્જાયું હતું. ધૂળેટી ઉત્સવ બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા શ્રીહરિ ભગવાનની ફૂલડોલ ઉત્સવની આરતી કરવામાં આવી હતી.
આ સમગ્ર હોળી-ધૂળેટી પર્વમાં દેશ-વિદેશના અને પોરબંદર વિસ્તારના આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સવનો આનંદ અને દર્શનનો લાભ લીધો હતો.(તસ્વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
