<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

માળિયાના વવાણીયા ગામે ૨૩૨ બોટલ દારૂ ઝડપાયો

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૭: મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે વવાણીયા ગામે આરોપી સાગર ઉર્ફે ઠુંઠો રામૈયાભાઈ સવસેટાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આરોપીના મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની ૨૩૨ બોટલ કિંમત રૂપિયા ૧,૨૮,૪૭૨ મળી આવતા આરોપીનું ૨૦ હજારની કિંમતનું એક્‍ટિવા મોટર સાયકલ પણ કબજે લઇ કુલ રૂપીયા ૧,૪૮,૪૭૨નો મુદ્દામાલ કબજે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં હાજર નહિ મળી આવેલ આરોપી સાગર ઉર્ફે ઠુઠા વિરુદ્ધ ગુન્‍હો રજીસ્‍ટર કરાવ્‍યો હતો.

(2:15 PM IST)