<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ધોરાજીમાં રીવરફ્રન્‍ટ કામગીરી પૂર્ણતાને આરે પણ નદીની સફાઇ નહી થતા લોકો ત્રાહીમામ

 

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૧૭: ધોરાજી નગરપાલિકા કચેરી અને રાજ્‍ય સરકાર ની ગ્રાન્‍ટ માંથી દોઢ કરોડ રૂપિયાનાં ખર્ચે આઈકોનીક રોડ અને રીવરફ્રન્‍ટ ધોરાજી ના બસ સ્‍ટેન્‍ડ પાછળ બનાવવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે પણ આ યુનિક રોડ અને રીવરફ્રન્‍ટ પાસે આવેલ નદીની સાફ સફાઈ અને ચોખ્‍ખી કરવામાં આવેલ નથી જેથી નદીના દુષીત પાણી થી સ્‍થાનિક રહીશો દુર્ગંધ થી પરેશાન અને નદીમાં નાનાં મોટાં ઘાસ અને ઝાડ ઉગેલ જે થી નગરપાલિકા દ્વારા રીવરફ્રન્‍ટ અને આઇકોનિક રોડ જાખો લાગી રહયો છે અને આઈકોનીક રોડ અને રીવરફ્રન્‍ટ ધોરાજી ની આમ જનતા માટે ખુલ્લો મુકવામાં નથી આવ્‍યો તે અગાઉ જ જેને લઈને રહેવાસીઓ અને નિકળતાં લોકો ને દુર્ગંધ વાસ અને મચ્‍છરો ત્રાસથી ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્‍યારે નગરપાલિકા તંત્ર ધોરાજી ની આમ જનતા માટે સારૂં અને બિરદાવા લાયક કામ છે પણ દાઢ કરોડ નો ખર્ચ કર્યો છે તે ત્‍યારે જ સાચાં અર્થ માં સાર્થક થાસે જ્‍યારે આ નદીનું દુષીત પાણી કાયમી માટે દુર કરવામાં આવે અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્‍યા બાદ કાયમી ધોરણે આની દેખભાળ કરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે.

(2:17 PM IST)