હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા ખેતી બેન્કની મુલાકાતે : ડોલરભાઇ કોટેચા સાથે ચર્ચા વિચારણા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: ખેતી બેંક, અમદાવાદના ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચાના નિમંત્રણને સ્વીકારી કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ બેંકની ગૌરવપૂર્ણ સૌજન્ય મુલાકાતે પધારેલ. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સભ્ય મયંકભાઈ નાયક તેમજ ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના સંયોજક શ્રી બિપિનભાઈ પટેલ (ગોતા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત એક પ્રેરણાદાયી ડોકયુમેન્ટરી સાથે થઈ, જેમાં ખેતી બેંકની છેલ્લા ત્રણ વર્ષની નોંધપાત્ર સિદ્ધિઓ દર્શાવવામાં આવી, જે ગ્રામીણ બેંકિંગમાં પ્રગતિ અને ખેડૂતોને સશક્ત બનાવવા માટેની તેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમ થકી ખેતી બેંક તેની યાત્રામાં એક નવા અધ્યાયની શરૂઆત કરે છે, જે ભારતના ખેડૂત સમુદાયના વિકાસ અને સશક્તિકરણમાં મુખ્ય અને મજબુત ભૂમિકા ભજવનાર છે.
મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ કે ખેતી બેંક સાચા અર્થમાં વિકસિત ભારતના ખેડુતોની બેંક હોય તેવું લાગી રહ્યું છે. એગ્રીકલ્ચર ક્ષેત્રમાં દિવસે ને દેવસે ખુબ પ્રગતિ થઈ રહી છે જે ખેતી બેંકની મુલાકાત લેતા દેખાઈ રહી છે. વિશ્વમાં ખેતીની જમીન ઓછી થતી રહી છે તેની સામે ભારતમાં દરેક રાજ્યમાં એક વર્ષમાં હજી પણ ત્રણ પાક લઈ શકાય છે. દેશની મુખ્ય નદીઓને એકબીજા સાથે લિંક કરીને તેના પાણીથી આખા દેશની જમીન ફળદ્રુપ કરી શકાય તેવી ક્ષમતા આપણી પાસે છે અને આપણુ ગુજરાત તેનું મોડેલ છે. ગુજરાતના સરદાર સરોવરનું પાણી ભાવનગર સુધી પહોંચે છે અને પાલીતાણાનો ડેમ અને અમળત સરોવર નર્મદાના નીરથી ભરેલું રહે છે. ખેતીમાં હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે, આધુનિક બિયારણ આવી રહ્યું છે, ખેતી બેંક જેવું સારૂં મેનેજમેન્ટ આવી રહ્યું છે અને કો-ઓપરેટીવ બેંકો પણ નફો કરતી થઈ છે. રાજ્યના ખેડુતો પણ હવે ખુબ જાગળત થયા છે. ખેતી બેંક્રી લોનથી ખેડુતોના નાના-મોટા પ્રસંગો પણ પાર પડતા હોય છે. આદરણીય ડૉ. મનસુખભાઈ સાહેબે આગવી રીતે ખેતી બેંકના પ્રયાસોને વધુ મજબુત બનાવવા તેમનું અમૂલ્ય માર્ગદર્શન અને આશિર્વાદ આપ્યા. મનસુખભાઈ માંડવિયાની સૌજન્ય મુલાકાતનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, જે ૅવિકસિત ભારતૅ ના વિઝનને સાકાર કરવાની સાથોસાથ સહકારથી સમળદ્ધિના મંત્રને સાર્થક કરવા અને બધા માટે સામાજિક અને આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાના સાધન તરીકે સહકારી સંસ્થાઓને ટેકો આપવાની બેંકની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા તરફ વધુ એક પગલું હતું.
બેંકના ચેરમેન ડોલર કોટેચા અને બોર્ડના સભ્યોએ ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું. આદરણીય ડૉ. મનસુખભાઈએ તેમના સંબોધનમાં નાણાકીય સમાવેશ અને ગ્રામીણ વિકાસના મહત્વ વિશે શક્તિશાળી અંતરદ્રષ્ટિ વર્ણવી અને કળષિ ક્ષેત્રને રૂપાંતરિત કરવામાં ખેતી બેંકના સતત પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે તેમનું માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
