News of Tuesday, 18th March 2025
ધ્રોલ પાલિકાની વોર્ડ નં ૭ ની ચૂંટણીમાં ભાજપના ૪ ઉમેદવારનો ભવ્ય વિજય
વોર્ડ નંબર ૭માં કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થયું હતું જેથી વોર્ડ નંબર ૭ની ચૂંટણી રદ કરવામાં આવી હતી, ૧૮ માર્ચ ૮૧.૭૩ ટકા જેટલું મતદાન નોંધાયું હતું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૮: ધ્રોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી વોર્ડ નં ૭ ની યોજાઈ હતી આજે મતગણતરી હાથ ધરવામાં આવતા ભાજપના ૪ ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.
ધ્રોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી યોજાય હતી જેમાં વોર્ડ નં ૧ થી ૬નુ રીઝલ્ટ જાહેર થઈ ગયું જેમાં ભારતીય જનતા પાર્ટીના ૧૫, કોંગ્રેસના ૮, અપક્ષ ૧ નો વિજય થયો હતો, વોર્ડ નંબર ૭ મા કોંગ્રેસના ઉમેદવાર અવસાન થયું હતું જેથી વોર્ડ નંબર ૭ની ચૂંટણી રદ કરવામાં આવી હતી. ૧૮ માર્ચ ૮૧.૭૩ ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું આજે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.
જેમા ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો વિજય લખમણભાઇ નકુમ, વલ્લભભાઈ પરમાર, શાંતુબા જાડેજા, ઈલાબેન બાંભવાનો વિજય થયો છે
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
