<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

જેતપુરના સરધારપુરમાં ગાઠીયાની દૂકાનમાં આગઃ પ્રવિણભાઇ અને ભત્રીજો મહેશ દાઝ્‍યા

ભત્રીજાને કામે જવા માટે બોલાવવા ગયા ત્‍યારે ચા બનાવતી વખતે ગેસની નળી લિક થઇ જતાં ભડકોઃ રાજકોટ ખસેડાયાઃ ભત્રીજો જેતપુર સારવારમાં

રાજકોટ તા. ૧૮: જેતપુરના સરધારપુર ગામે રહેતાં પ્રવિણભાઇ વૃજલાલભાઇ રામોલીયા (ઉ.વ.૫૦) ગેસની નળી લિક થયા બાદ ગાંઠીયાની દુકાનમાં  આગ લાગતાં દાઝી જતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

પ્રવિણભાઇ ખેતી કરવાની સાથે સાથે સાડીની ફેક્‍ટરીમાં નોકરી કરે છે અને તેની સાથે ભત્રીજો મહેશ ગોબરભાઇ રામોલીયા (ઉ.વ.૩૨) પણ કામ કરવા જાય છે. પોતે કામે જવા માટે ભત્રીજાને બોલાવવા ગયા ત્‍યારે ઘર સાથે જ આવેલી ગાઠીયાની દૂકાનમાં ચા બનાવતી વખતે ગેસના બાટલાની નળી લિક થઇ જતાં ભડકો થતાં કાકો-ભત્રીજો બંને દાઝી જતાં જેતપુર હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી પ્રવિણભાઇને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી.

પ્રવિણભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. (૧૪.૫)

(10:59 AM IST)