News of Tuesday, 18th March 2025
મોરબીમાં ડમ્પરની ઠોકરે ઇકો ચડતાં શિવઅવતાર વર્માનું મોતઃ ચાલકને ઇજા
મુળ યુપીના યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: મોરબીમાં લક્ષ્મીનગર ઓવરબ્રીજ નજીક ડમ્પરે ઇકો કારને ઉલાળી દેતાં કારના ચાલક અને અંદર મુસાફર તરીકે બેઠેલા યુવાનને ઇજા થતાં મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી મુસાફર યુવાનને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મોરબીમાં માળીયા રોડ પર અતીત પેપર મીલ પાસે રહેતો શિવઅવતાર માંગલીયાભાઇ વર્મા (ઉ.વ.૪૦) નામનો યુવાન ગઇકાલે બપોરે બે વાગ્યે ઇકો કારમાં બેસી મોરબી તરફ જતો હતો ત્યારે મોરબી લક્ષ્મીનગર ઓવરબ્રીજ ઉતરતાં કાર સાથે ડમ્પર અથડાતાં શિવઅવતાર અને કારના ચાલક વિનોદને ઇજાઓ થઇ હતી. બંનેને મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી શિવઅવતારને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર શિવઅવતાર કુંવારો હતો અને ચારેક મહિનાથી યુપીથી અહિ મજુરી કરવા આવ્યો હતો. કારમાં બેસી મોરબી તરફ જતો હતો ત્યારે બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ મોરબી પોલીસને જાણ કરી હતી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
