News of Tuesday, 18th March 2025
ગોંડલના મોરીદડ પાસે રૂરલ એસઓજીનો દરોડોઃ રૂા. ૧પ હજારના ગાંજા સાથે બે પકડાયા
હેડ કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઇ દાફડા અને વિરરાજભાઇ ધાધલની બાતમીઃ નરેશ ઠાકોર અને જેતપુરના અજુ઼ માવરીયાની ધરપકડઃ ૧ કિલો ગાંજો, ત્રણ મોબાઇલ અને એક બાઇક મળી રૂા. ૮૦,ર૦૦નો મુદ્ામાલ કબ્જે

રાજકોટ તા. ૧૮: ગોંડલના મોરીદડ ગામ પાસે રૂરલ એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૧પ,ર૦૦ની કિંમતના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ગોંડલના મોરીદડથી આંબરડી ગામ જવાના રસ્તે એક શખ્સ ગાંજાના જથ્થા સાતથે એક શખ્સ બાઇક લઇને ઉભો હોવાની રૂરલ એસ.ઓ.જી.ના હેડ કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઇ દાફડા અને વિરરાજભાઇ ધાધલને બાતમી મળતા મોરીદડ નજીક દરોડો પાડી નરેશ લાલાભાઇ ઠાકોર (ઉ.વ.ર૬) (રહે. મોરીદડ ગામ પાસે ભુપતભાઇની વાડીના મકાનમાં મૂળ પાટણના સુબાપુરા જમણપરા વાસ) ને અને અજુ઼ ભુદરભાઇ માવરીયા (ઉ.વ.૬પ) (રહે. પાટણના વાવપુરા ગામ) ને રૂા. ૧પ,ર૦૦ની કિંમતનો ૧ કિલો ગાંજાનો જથ્થો, ત્રણ મોબાઇલ ફોન અને બાઇક મળી રૂા. ૮૦,૦૦૦ની માલમતા કબ્જે કરી તપાસ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. એફ.એ. પારગી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
