<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

હળવદ યાર્ડમાં છેતરપિંડી આચરીને મુંબઈમાં સંતાયેલા શખ્‍સને એસઓજીએ પકડી લીધો

બેવર્ષ પહેલા યાર્ડની પેઢીમાં કામ કરતાં શખ્‍સ સાથે મળી વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો

( દીપક જાની દ્વારા ) હળવદઃ  તા. ૧૮: હળવદ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી ફરાર આરોપીને મુંબઈથી પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંદાજે બે વર્ષ પહેલા હળવદ માર્કેટ યાર્ડમાં જય કિસાન ટ્રેડિંગ નામની પેઢી માં કામ કરતા શખ્‍સે વેપારીને અંધારામાં રાખી બારોબાર જણસીઓ વહેંચી નાખી માલિક સાથે છેતરપિંડી આચરી હતી.જેથી હળવદ યાર્ડન ૧ વેપારી દ્વારા આ અંગેની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાવી હતી.

યાર્ડમાં આવેલ જય કિસાન ટ્રેડિંગ નામની પેઢી સાથે રૂપિયા ૬૯,૬૪,૮૬૮ ની છેતરપિંડી કરનાર એક આરોપી જે તે સમયે પકડાઈ ગયો હતો.જ્‍યારે બીજો આરોપી દીપક પવન કુમાર ગેહલોત ઉંમર વર્ષ ૩૯ રહે સી ૧૩૩ ધનરાજી એપાર્ટમેન્‍ટ મહાકાળી મંદિરની બાજુમાં કારગિલ નગર મંડવેલ પાડા રોડ વિરાટ જીલ્લો પાલઢર મહારાષ્‍ટ્ર વાળો પોણા બે વર્ષથી નાસ્‍તો ફરતો હતો.જેથી આ આરોપી હાલ મુંબઈમાં ગૌરયવિસ્‍તારમાં હોવાની માહિતી મળતા મોરબી એસઓજી ટીમે ત્‍યાં જઈ આરોપી ને પકડી લઈ તેને હળવદ પોલીસ સ્‍ટેશને સોંપી દીધો છે. આ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન.આર મકવાણા, એએસઆઈ ફારુકભાઈ પટેલ, મદારસિંહ તેમજ પોલીસ કોન્‍સ્‍ટેબલ કમલેશભાઈ ખાંભલીયા સહિતનાઓ જોડાયેલા હતા.

(11:57 AM IST)