તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 18th March 2025
અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ સુવર્ણકાર બોર્ડ/નિગમની સ્થાપના કરો
સોની યુવા સોશિયલ ટ્રસ્ટ રાજકોટના નેજા હેઠળ મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ તા. ૧૮ : ગુજરાતના સુવર્ણકારો માટે ‘સુવર્ણકાર બોર્ડ/નિગમ'ની સ્થાપના કરવા સોની યુવા સોશિયલ ટ્રસ્ટ રાજકોટના નેજા હેઠળ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે ગુજરાતમાં સુવર્ણકાર સોની સમાજની વસ્તી આશરે ૨૫ લાખ છે. જે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ સહીત જુદા જુદા શહેરોમાં વસવાટ કરી રહ્યો છે. જો આ સમાજના લોકો માટે સુવર્ણકાર બોર્ડ કે નિગમની રચના કરવામાં આવે તો સોના, ચાંદી, હિરાના ઝવેરાત કે દાગીનાના વેપારની કલા કારીગરીને સમગ્ર ભારતના અન્ય રાજયો તથા વિેદેશમાંૅ પણ વધુ પ્રચલિત થઇ શકે. આ કલા કારીગરીને ઘણું પ્રોત્સાહન મળી શકે. દેશ વિદેશમાંથી વેચાણ થકી સારી આવક મળી શકે. અન્ય રાજયોમાં સુવર્ણકાર બોર્ડ-નિગમ અસ્તિત્વમાં છે જ એ રીતે ગુજરાતમાં પણ સુવર્ણકાર બોર્ડ/નિગમની રચના જરૂરી છે. તેમ મુખ્યમંત્રીને પાઠવાયેલ પત્રમાં સોની યુવા સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ એમ. વાગડીયા (મો.૯૭૨૩૩ ૯૦૯૦૯)ની આગેવાની હેઠળ નયનભાઇ કોઠારી, ભાવિનભાઇ વાગડીયા, પ્રશાંતભાઇ વાગડીયા, હિતેશભાઇ વાગડીયા, કમલેશભાઇ પાટડીયા, દીપકભાઇ કરચલિયા વગેરેએ માંગણી ઉઠાવી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
