<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મહતમ તાપમાનમાં વઘધટ : સવારે ઠંડક બપોરે તાપ

રાજકોટ, તા. ૧૮:  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહતમ તાપમાનમાં વઘઘટ યથાવત છે સવારે અને રાત્રીના ઠંડક જયારે બપોરના સમયે તાપની અસર વધુ વર્તાય છે.

જુનાગઢ

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ ઃ સવારના તાપમાનમાં અવિરત વધારો થઈ રહ્ના હોય જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે લઘુત્તમ તાપમાન વધીને ૨૮.૮ ડિગ્રી નોંધાયું હતું.

જુનાગઢ ખાતે ગઈકાલે રાત્રીનું તાપમાન ૨૬.૮ ડીગ્રી રહ્ના બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૨.૫ ડિગ્રી વધીને ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું જેના પરિણામે સવારથી આકાશમાંથી અગ્નિ વર્ષા શરૂ થઈ ગઈ હતી.

ગિરનાર પર્વત પર પણ સવારે લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડીને ૨૮.૮ ડિગ્રીઍ સ્થિર થતા પર્વતીય વિસ્તાર પણ સવારથી ગરમ થઈ ગયો હતો.

સોમવારે જુનાગઢનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા રહ્ના બાદ આજે સવારે વાતાવરણમાં ભેજ ઘટીને ૩૭્રુ થઈ ગયો હતો. બીજી તરફ આજે સવારે સતત બીજા દિવસે પણ પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૭ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર ઃ  બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જાઇઍ તો લઘુતમ તાપમાન ૧૮.પ, મહતમ તાપમાન ૩૪.૪, ભેજનું પ્રમાણ ૮૪ ટકા, પવનની ગતિ પ.પ કિ.મી. રહી હતી.

(12:11 PM IST)