News of Tuesday, 18th March 2025
જામનગર લાલપુર હાઇવે ઉપર બસ અને પીકપ બોલેરોનું અકસ્માત : બોલેરાના ડ્રાઇવર નું મોત : બસમાં બેસેલા આશરે 20 લોકો ઘાયલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮ : જામનગર લાલપુર હાઇવે ઉપર ચંગાની કેનાલ પાસે સોમનાથ હોટલ સામે બસ અને પીકપ બોલેરો નું એક્સિડન્ટ પીકપ બોલેરાના ડ્રાઇવર નું મોત થયું છે બસમાં બેસેલા આશરે 20 લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર લાલપુર હાઈવે પર ચાંગા કેનાલ પાસે આજે બસ અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરો ના ડ્રાઇવરનું ઘટના સ્થળે મૃત્યુ હતું જ્યારે બસમાં સવાર 20 થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. (તસવીર : કિંજલ કારસરીયા જામનગર)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
