News of Tuesday, 18th March 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની રેકોર્ડબ્રેક ૧.૨૫ લાખ કટ્ટા ની આવક

ગોંડલ :માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક શરૂ કરવામાં આવી હતી. આવક શરૂ કરતા જ હાઈવે પર વાહનો ની ૭ થી ૮ કીમી લાંબી લાઈનો લાગી હતી. યાર્ડ ના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા એ જણાવ્યું હતું કે ઘઉંની આશરે ૧.૨૫ લાખ કટ્ટા જેવી માતબર આવક થઇ હતી જે આ સિઝનની રેકોર્ડબ્રેક આવક હતી. તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિત ના જિલ્લાઓમાંથી ખેડૂતો ઘઉં લઈને આવ્યા હતા. ખેડૂતોને ૨૦ કિગ્રા ના ૪૭૦ થી ૭૦૦ સુધી મળ્યા હતા. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈપણ ખેડૂતે ઘઉં લઈને આવવું નહીં તેમ યાર્ડના સતાધીશો દ્વારા જણાવ્યુ હતું.(તસ્વીર:ભાવેશ ભોજાણી-
ગોંડલ)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
