<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડબ્રેક ૭૦ હજાર કટ્ટા ની આવક

ગોંડલ: માર્કેટિંગ યાર્ડમાં ચણા ની આવક શરૂ કરવામાં આવી હતી. આવક શરૂ કરતા જ હાઈવે પર બંને બાજુ વાહનો ની ૭ થી ૮ કીમી લાંબી લાઈનો લાગી હતી. યાર્ડ ના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા એ જણાવ્યું હતું કે ચણાની આશરે ૭૦ હજાર કટ્ટા જેવી બંપર આવક થઇ હતી જે આ સિઝનની રેકોર્ડબ્રેક આવક હતી.  સૌરાષ્ટના વિવિધ જિલ્લાઓ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિત ના જિલ્લાઓમાંથી ખેડૂતો ચણા લઈને આવ્યા હતા. ખેડૂતોને સફેદ ચણા ૨૦ કિગ્રા ના ૧૦૦૦ થી ૧૯૦૦ સુધી અને દેશી ચણા ૯૦૦ થી ૧૦૫૦ સુધીના બજાર ભાવ મળ્યા હતા. હાલ માર્ચે એન્ડિંગ ની રજાઓ આવતી હોય બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈપણ ખેડૂતે ચણા લઈને આવવું નહીં તેમ યાર્ડના સતાધીશો દ્વારા જણાવ્યુ હતુ.(તસ્વીર:ભાવેશ ભોજાણી-

ગોંડલ

(12:34 PM IST)