<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

પોરબંદર બારમાસી બંદરને પ વર્ષમાં ૧૦૦ કરોડની આવક

બારમાસી બંદરમાં ૯૪.પ૦ લાખ મેટ્રીક ટનથી વધુ કાર્ગોનું સફળતાપુર્વક સંચાલનઃ મંત્રી રાઘવજીભાઇ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું

પોરબંદર તા.૧૮: પોર્ટે છેલ્લા પાંચ વર્ષમાં ૯૪.પ૦ લાખ મેટ્રીક ટનથી વધુ કાર્ગો હેન્‍ડલ કરીને રૂા.૧૦૦ કરોડ આવક મેળવી હોવાનું મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતુ.

મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતુ કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સંચાલીત પોરબંદર પોર્ટે છેલ્લા પાંચ વર્ષમાં ૯૪.પ૦ લાખ મેટ્રીક ટનથી વધુ કાર્ગો હેન્‍ડલ કરીને રૂા.૧૦૦ કરોડ જેટલી આવક મેળવી છે.  વિધાનસભા ગૃહમાં મુખ્‍યમંત્રીશ્રી વતી જવાબ આપતા મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે ઉમેર્યુ હતુ કે કાર્ગો પરીવહનના ભારણને ધ્‍યાને લઇ પોરબંદર જેટીને મુખ્‍ય રસ્‍તા સાથે જોડતા ૩.૧૮ કી.મી.ના રોડનું વાઇન્‍ડીંગ કરીને ફોરલેન બનાવવામાં આવશે.

રાજય સરકારે પોરબંદર જેટીને મુખ્‍ય રસ્‍તા સાથે જોડવા માટે કુલ રૂા.૧૪પ.૧પ કરોડની દરખાસ્‍ત કરી છે. જેમાં રોડ કામ, મરીન પોલીસ બ્રિજ, બાપાસીતારામ બ્રિજ, વિદ્યુતીકરણ, જમીન સંપાદન, ગ્રીન બેલ્‍ટ વિકાસ અને ચેર પ્‍લાન્‍ટેશન સહીતના વિવિધ ઘટકોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. તેમ મંત્રીશ્રી રાધવજીભાઇએ ઉમેયું હતું.

(2:10 PM IST)