<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ગોંડલના કમઢીયામાં પરપ્રાંતીય યુવકની હત્‍યા કરનારાની શોધખોળ

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૮: રૂપાવટી નજીક શાપરનાં યુવાન ની હત્‍યાની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી ત્‍યાં કમઢીયામાં યુવાન ની હત્‍યાનો બનાવ બનતા ફરીવાર ગોંડલ નો ક્રાઇમ રેટ વધવા પામ્‍યો છે.ગોંડલ તાલુકાના કમઢીયા ગામે સીમ વિસ્‍તારમાં  ગત મોડી રાતે પરપ્રાંતિય યુવકની હત્‍યા નો બનાવ બન્‍યો છે.

 પ્રાપ્ત  વિગત  મુજબ કમઢીયાથી દેરડી(કુંભાજી) ગામ તરફ જતા માર્ગે  ખીમાભાઈ જાસોલીયાની  વાડીમાં મુળ એમપીના અલીરાજપુર જીલ્લાનાં  જોબટ ના અને હાલ ખેતમજુરી કરતા બંસી બાઉ અજનાર ઉ.૩૦ ની કોઇ અજાણ્‍યા શખ્‍સોએ  માથા પર બેરહેમી પુર્વક પત્‍થરો નાં ઘા મારી હત્‍યા કરી હતી.         

 હત્‍યા બાદ તેની લાશ ને વાડીમાં ખોદેલા મકાન નાં પાયામાં ફેંકી દિધી હતી.

 રોડનાં કાંઠે આવેલી વાડીમાં કાંકરીનાં ઢગલા પાસેથી                    ગોદડુ, લોહીનાં ડાઘ વાળા પત્‍થરો અને જીજે૨૦ એપી ૪૧૯૮ નંબર નું બાઇક મળી આવતા પોલીસે કબ્‍જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતક યુવક બંસી બાઉ અજનારે હજુ પાંચ દિવસ પહેલા જમીન વાવેતર માટે રાખેલ હોવાની વિગતો બહાર આવીછે.

મળતક પરણીત હતો.સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ હોવાનું તથા પરીવાર સાથે વાડીમાં રહેતો હતો.બાજુની યોગેશભાઈ શિયાણી ની વાડીમાં પણ બંશીએ ભાગીયુ વાવવા રાખ્‍યુ હોય કયારેક યોગેશભાઈ ની વાડીમાં તો કયારેક ખીમાભાઇ ની વાડીમાં પરીવાર સાથે રાતવાસો કરતો હતો. ગત રાતે ખીમાભાઇ ની વાડીમાં એકલાએ રાતવાસો કર્યો હતો.

બનાવ નાં પગલે કમઢીયા નાં ઉપસરપંચ સહીત દોડી આવી સુલતાનપુર પોલીસ ને હત્‍યા અંગેની જાણ કરી હતી. હત્‍યાની ઘટનામાં કોઇ અંદરની વ્‍યક્‍તિ હોવાનું  પ્રાથમિક અનુમાન કરાઇ રહ્યુછે.

બનાવ નાં પગલે સુલતાનપુર પોલીસ,એલસીબી સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઇ તપાસ હાથ ધરી હત્‍યારાઓ ને શોધવા કવાયત હાથ ધરી છે.

(2:32 PM IST)