News of Wednesday, 19th March 2025
ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે રાજીનામુ આપ્યું
જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું: સંગીતાબેન બારોટે અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો

રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજકોટ જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું છે. સંગીતાબેન બારોટે અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. જો કે, તેમના રાજીનામા પાછળ અન્ય કારણો પણ ચર્ચાઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ સંગઠનના આદેશથી સંગીતાબેન બારોટે રાજીનામું આપ્યું છે. તેઓ પ્રમુખ બન્યા ત્યારથી જ ચર્ચામાં રહ્યા હતા. તેમના વિવાદોને કારણે પાર્ટીની છબી ખરડાઈ રહી હતી, જેને લઈને પાર્ટીએ આ પગલું ભર્યું હોવાનું મનાય છે.
સંગીતાબેન બારોટના રાજીનામા બાદ હવે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં નવા પ્રમુખને લઈને વિવિધ નામોની ચર્ચા થઈ રહી છે. આગામી દિવસોમાં જ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
