News of Wednesday, 19th March 2025
આવનારા દિવસો રૌદ્ર ગરમીના
આઇપીએલના પ્રારંભીક મેચમાં પ્રીમોન્સુન વરસાદી માહોલ પ્રભાવીત કરશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૯: ભારતીય હવામાન વિભાગ- સ્કાયમેટ તેમજ મૌસમ તક વેધર ચેનલના દેવેન્દ્ર ત્રિપાઠીના વેધર એનાલીસીસનો અભ્યાસ કરીએ તો વધુ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ કાશ્મિર પર આવવાને પગલે ઉતરની હવા કટ આઉટ થઇ દીશા બદલશે જેથી ગુજરાતમાં આઇએમડી અનુસાર ચારેક દિવસ હાલની ગરમી યથાવત રહેશે. પરંતુ ચાર દિવસ બાદ ભીષણ રોદ્ર ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. સ્કાયમેટના વીપી મહેશ પલાવત અનુસાર બંગાળ-ઓડીસા અને દેશના પુર્વોતર અને પુર્વના રાજયોમાં પ્રીમોન્સુન એકટીવીટી જોવા મળશે. ત્યાં વરસાદી માહોલ જોવા મળશે જયારે ગુજરાત સહીત દેશના પヘમિી ભાગોમાં ગરમીનો પ્રકોપ આવનારા દિવસોમાં જોવા મળશે. આઇપીએલના પ્રારંભીક મેચમાં પ્રીમોન્સુન વર્ષાનો પ્રભાવ જોવા મળી શકે ખરો. વેધર એનાલીસીસ્ટ દેવેન્દ્ર ત્રિપાઠી અનુસાર રપ માર્ચ બાદ આવનારા નવા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી વધુ વરસાદ ઉતરના રાજયોમાં વરસી શકે છે. મુસ્લીમ સમુદાયમાં રમઝાન માસના રોઝા ચાલી રહયાં હોય, અંતીમ દસ દિવસના રોઝાઓ કસોટી સભર રહે તેવું જોવા મળી રહયું છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
