News of Wednesday, 19th March 2025
ઝાલાવાડમાં ઇ-મેમો ૯૦દિવસમાં નહી ભરનારા સામે કડક કાર્યવાહી કરવાનો તંત્રનો નિર્દેશ

વઢવાણ, તા.૧૯: સુરેન્દ્રનગર, વઢવાણ તથા જોરાવરનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી અને જિલ્લાના અન્ય પો.સ્ટે. વિસ્તારમાં VOC એપ્લીકેશન દ્વારા જે લોકો ટ્રાફીકના નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ઇ-મેમો ઇશ્યુ કરવામાં આવી રહેલ છે આ ઇ-મેમો પોસ્ટમેન દ્વારા લગત વાહન માલીકના સરનામાં ઉપર મોકલવામાં આવે છે ટ્રાફીકનાં નિયમનો ભંગ કરનારને મળેલ ઇ-મેમો દંડ ૯૦ દિવસમાં ભરવાની જોગવાઇ કરવામાં આવેલ છે મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઈ-મેમો દંડ ૯૦ દિવસમાં ભરવામાં આવે છે પરંતુ અમુક વાહન ચાલકો તેઓને મળેલ ઇ-મેમા ેનો દંડ ભરવા અંગે ગંભીરતા દાખવતા નથી તેમજ અમુક વાહન ચાલકો વારંવાર ટ્રાફીકના નિયમ ભંગ કરતા તેઓને બે કે તેથી વધારે ઇ-મેમો મળવા છતા દંડ ભરપાઇ કરવા અંગે ગંભીરતા લેતા નથી આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ થતા નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા જણાવેલ છે કે જે લોકો ટ્રાફીકના નિયમ ભંગ કરી ઇ-મેમાનો દંડ ૯૦ દિવસમાં ભરતા નથી તેવા લોકો વિરુધ્ધ થઇ શકે ે કડક કાર્યવાહી જેમાં ઇ-મેમો ન ભરનારના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી તેમજ જે લોકો વારંવાર ટ્રાફીકના નિયમનો ભંગ કરે છે તેવા લોકોના વાહન ડીટેઇન કરવાની કાર્યવાહી થઇ શકે છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
