News of Wednesday, 19th March 2025
કોંગ્રેસના અસવારને ઘોડાની પરખ કરતા આવડતું નથીઃ અર્જુનભાઇની શાબ્દિક ‘ચાબુક'
રાહુલ ગાંધી ૧ર વર્ષ પહેલા રાજકોટમાં બોલેલા તે ફરી અમદાવાદમાં બોલ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર જિલ્લા પોલીસે ૧૯પ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીઃ ગમે ત્યારે અટકાયત કરવાનો એકશન પ્લાન
રાજકોટ, તા., ૧૯: પોરબંદરના ભાજપના ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ કોંગીના રાહુલ ગાંધીના ઘોડા અંગેના શબ્દ પ્રયોગ બાબતે ગૃહમાં ભારે ઝાટકણી કાઢી હતી.
અર્જુનભાઇએ જણાવેલ કે કોંગ્રેસના નેતા વર્ષ ર૦૧રમાં રાજકોટમાં આવેલા ત્યારે પણ રેસના ઘોડા અને વરઘોડાના ઘોડા વિષે વાત કરેલ. ૧૨ વર્ષ બાદ ફરી અમદાવાદમાં એ જ બોલ્યા છે. કોંગીમાં કયા ઘોડા રેસના છે અને કયા ઘોડા વરઘોડાના છે તેની આટલા વર્ષ પછી પણ અસવારને જ ખબર નથી. ઘોડા બરાબર જ છે પણ અસવારમાં ખામી છે. ૪૦-પ૦ આગેવાનોને ગદાર ગણી કોંગ્રેસમાંથી કાઢી મુકવાની તેમણે વાત કરી છે. કોંગી નેતા દ્વારા તેમના જ પક્ષના કાર્યકરોનું આ હળહળતુ અપમાન છે
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
