News of Wednesday, 19th March 2025
ત્રંબા સ્થિત શ્રી વિહોત માતાજીના મંદિરે કાલથી ત્રણ દિવસ શ્રી શતચંડી ૫૧ કુંડી મહાયજ્ઞ
યજ્ઞકુંડમાં ગાયના છાણનું લીપણ, તિર્થોના પાણીનો છંટકાવઃ તૈયારીઓને આખરી ઓપ

રાજકોટઃ ભાવનગર હાઈવે ઉપર વાયા ત્રંબા ગામની અંદર આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી વિહોત માતાજીના મંદિરે આવતીકાલથી શ્રી સતચંડી ૫૧ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. મંદિરના પૂજારી શ્રી કાંતિબાપુના (મો.૯૯૧૩૧ ૩૧૭૨૮) જણાવ્યા મુજબ ત્રણ દિવસ ચાલનાર આ યજ્ઞ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વિશાળ સમીયાણો બનાવવામાં આવ્યો છે. યજ્ઞ કુંડને ગાયના છાણથી લીપણ કરવામાં આવેલ છે. વિવિધ ધાર્મિક તિર્થો ઉપરથી લાવેલ પાણીથી છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્રિદિવસીય યજ્ઞ મહોત્સવ દરમ્યાન ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે ૪ કલાકે બિડુ હોમવામાં આવશે. ભાવિકોને લાભ લેવા કાંતિબાપુ દ્વારા અનુરોધ કરાયો છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
