News of Wednesday, 19th March 2025
કચ્છના બે કુખ્યાત બુટલેગરોના દબાણ તોડી પાડવા SMCની દરખાસ્ત: અમદાવાદના ૨૧ ગુંડા પાસા તળે ભુજ જેલ હવાલે
કાયદો વ્યવસ્થાની સ્થિતિના પગલે આખરે સરકારે લાલ આંખ કરી ,પોલીસને પડકાર ફેંકનાર અસામાજિક તત્વો સામે ગુજરાત પોલીસે કાયદાનો દંડો વીંઝ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથળેલી હાલતને પગલે આખરે સરકારે લાલ આંખ કરી છે. પોલીસને પડકાર ફેંકનાર અસામાજિક તત્વો સામે ગુજરાત પોલીસે કાયદાનો દંડો વીંઝ્યો છે. આમ સરકારે પગલાં ભરવાનું શરૂ કરતા અસામાજિક ગુંડા તત્વો ઉપર ભીંસ વધી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવનાર રાજ્યના બુટલેગરો દ્વારા જામીન દબાણ કરાયાની માહિતી સાથે SMC એ પગલાં ભરવાની દરખાસ્ત કરી છે. કચ્છના બે બુટલેગરો ભચાઉના અશોકસિંહ બાલુભા જાડેજા ઉર્ફે મામા તેમ જ રાપરના પુના ભાણા ભરવાડ દ્વારા બનાવાયેલ મકાનમાં મંજૂરી વગરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સ્ટેટ પોલીસ મોનિટરિંગ સેલ SMC દ્વારા કલેક્ટર અને એસપીને આધારપુરાવા સાથે દરખાસ્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસે અસામાજિક તત્વો સામે કાયદાનો કોરડો વીંઝી ૨૧ ગુંડા તત્વોની પાસા હેઠળ અટક કરી ભુજની પાલારા જેલમાં ધકેલી દીધા છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
