<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

ભુજ - રાજકોટ ટ્રેનનો અંજાર, આદિપુરમાં સ્‍ટોપ આપવા રજુઆત

સૌરાષ્‍ટ્ર-કચ્‍છને જોડતો રેલ્‍વે વ્‍યવહાર શરૂઃ એસટી થી પણ ઓછું ભાડુ, ટ્રેનનું લોકલ ભાડું ૧૧પ રૂા., સેકન્‍ડ કલાસ સીટીંગ ૧રપ રૂા. અને એસી ચેર કારમાં પ૩પ રૂા.: ટ્રેન ૬:૪પ કલાકમાં પહોંચાડે તો વધુ લોકપ્રીય બને રાજકોટથી સાંજે ૫ વાગ્‍યા આસપાસ ઉપડે અને ૫ કલાકમાં રાત્રે ૧૦ વાગ્‍યે ભુજ પહોંચાડે તો આ ટ્રેન સેવા ભુજ અમદાવાદ નમો રેપિડ ટ્રેનની જેમ ખૂબ જ ઉપયોગી અને પ્રવાસીઓની અવરજવરથી ધમધમતી બને

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨: ભુજ રાજકોટ ટ્રેન વ્‍યવહાર શરૂ થતાં જ સૌરાષ્‍ટ્ર સાથે કચ્‍છ ટ્રેન વ્‍યવહારથી જોડાઈ ગયું છે. ભુજમાં રેલવે પેસેન્‍જર એસોસિએશનના આગેવાનો અને અગ્રગણ્‍ય મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવાયું હતું. જોકે, ભુજ અમદાવાદ કરતાંયે ભુજ રાજકોટ વચ્‍ચે ટ્રેનનો પ્રવાસ સમય ૬.૪૫ કલાકનો છે તે ઘટીને ૫ કલાક થાય તો પ્રવાસીઓ વધુ લાભ લઈ શકે.

 અત્‍યારે એસટી બસ કરતાયે ટ્રેનનો પ્રવાસ સમય વધુ છે. ટાઇમ ટેબલ જોઈએ તો સવારે ૬.૪૦ વાગ્‍યે ભુજથી ઉપડી બપોરે ૧.૩૦ વાગ્‍યે રાજકોટ પહોંચશે. અંજાર અને આદિપુરમાં સ્‍ટોપ નથી અપાયું. પ્રવાસ ભાડું વ્‍યાજબી છે, લોકલ ડબ્‍બામાં ૧૧૫ રૂ., સેકન્‍ડ ક્‍લાસ સિટિંગ માટે ૧૨૫ રૂ. અને એસી ચેર કાર માટે ૫૩૫ રૂ. ભાડું છે. વ્‍યાપારી વર્ગ અને હોસ્‍પિટલ સહિત ના વ્‍યવહારો માટે રાજકોટ અને શ્ર્‌ોરબી અગત્‍યના સેન્‍ટર હોઈ અવરજવર વધુ છે. માત્ર પ્રવાસ સમય ઘટાડાય તો આ ટ્રેન સેવા વધુ ઉપયોગી નીવડે.                        ભુજથી રાજકોટ પરત તે જ દિવસે વળવું ટ્રેનના ટાઇમિંંગ ના કારણે અશકય છે. રાજકોટ બપોરે ૧.૩૦ વાગ્‍યે પહોંચી પાછી આ ટ્રેન તરત જ બપોરે ૨.૪૦ વાગ્‍યે ભુજ માટે રવાની થાય છે. તેને બદલે રાજકોટથી સાંજે ૫ વાગ્‍યા આસપાસ ઉપડે અને ૫ કલાકમાં રાત્રે ૧૦ વાગ્‍યે ભુજ પહોંચાડે તો આ ટ્રેન સેવા ભુજ અમદાવાદ નમો રેપિડ ટ્રેન જેમ ખૂબ જ ઉપયોગી અને પ્રવાસીઓની અવરજવરથી ધમધમતી બને.

(10:42 AM IST)