<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

કચ્છના અંજાર પાસે ટ્રકે હડફેટે બે બાઇક સવાર યુવાનના કરુણ મોત

નિંગાળ ગામના આહીર યુવાનો શ્યામ તુલસી બરારીયા અને પરાશર ચંદ્રકાંત બરારીયાના અરેરાટી ભર્યા મોત થતા અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ :  ભુજ અંજાર સ્ટેટ હાઇવે ઉપર અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બે યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. રિવેરા ફાર્મ પાસે બનેલા આ ગોઝારા બનાવમાં અંજાર તા.ના નિંગાળ ગામના આહીર યુવાનો શ્યામ તુલસી બરારીયા અને પરાશર ચંદ્રકાંત બરારીયાના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા. 

અકસ્માતના આ બનાવમાં બે યુવાનોના અકાળ અવસાનને પગલે સમગ્ર પંથકમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

(9:40 AM IST)