News of Monday, 24th March 2025
ત્રણ વર્ષનો બાળક મા-બાપ થી વિખૂટો પડી બીજી બસમાં ચડી ગયો અને કંડક્ટરે માંગી પોલીસની મદદ
એસટી કર્મચારી અને પોલીસની માનવીય સંવેદનાનો હૃદયને ઝણઝણાવતો કિસ્સો : પૂર્વ કચ્છ પોલીસના લાકડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ.જાડેજા અને સ્ટાફે એક ગુમ થયેલા માસૂમ બાળકનું તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : પૂર્વ કચ્છ પોલીસના લાકડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ.જાડેજા અને સ્ટાફે એક ગુમ થયેલા માસૂમ બાળકનું તેના માતા પિતા સાથે મિલન કરાવી ખાખી વર્દીમાં ધબકતી માનવતાના દર્શન કરાવ્યા હતા. આ કાર્યમાં એસટી બસના કંડક્ટર ગઈ કાલ તા.૨૩/૦૩/૨૦૨૫ ના રોજ ભચાઉ ખાતેથી ગુમ થયેલ એક બાળક જેની ઉંમર આશરે સાડા ત્રણ વર્ષ હતી એ બાળક પોતાના મા-બાપ થી વિખૂટું પડી અન્ય બસમાં ભુલથી ચડી ગયું હતું. દરમ્યાન એસ.ટી બસના કન્ડક્ટર અમીતભાઈને બાળકના રડવાનો અવાજ આવતા તેઓએ બસમાં આ બાળકના માતા-પિતા વિશે તપાસ કરતા આ બાળકના કોઈ વાલી વારસ કોઈ મળી આવેલ નહી. નાનું બાળક એકલું હોઈ કંડક્ટર અમિતભાઈએ સમયસૂચકતા દાખવી તુરત જ તેઓએ બસ લાકડીયા પોલીસ સ્ટેશને લઈ જઈ સમગ્ર હકીકત જણાવી. પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.જાડેજાએ તરત જ બાળકના વાલીને શોધવા મથામણ શરૂ કરી અલગ-અલગ ટીમો બનાવી. દરમ્યાન હ્યુમન સોર્સના આધારે પૂછપરછ કરતા ગુમ થયેલ બાળકના માતા પિતાને શોધી કાઢ્યા હતા. લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થયેલ આ બાળક ક્રિશ જગુભાઈ રાઠવા ઉ.વ આશરે સાડા ત્રણ વર્ષ રહે. હાલે ચોબારી તા-ભચાઉ કચ્છ મુળ ૨હે.ડુંગ૨ તા-ક્વાંટ જી-છોટા ઉદેપુરને તેના માતા પિતાને સોંપવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર જે.એમ.જાડેજા તથા રાજેશભાઈ રાઠોડ હકુમતસિંહ જાડેજા હસમુખભાઇ ચૌધરી .દિપકભાઈ સોલંકી ધનાભાઈ રબારી મહિલા કોન્સ સુનિતાબેન સોલંકી વિગેરે જોડાયેલ હતા. જ્યારે બાળકનું તેના પિતા સાથે પોલીસે મિલન કરાવ્યું ત્યારે બાળક અને તેના પિતા ની આંખ મા ચોધાર આંસુ આવી ગયા હતા. આ દ્રશ્ય જોઈ પોલીસ કર્મચારીઓ પણ લાગણીશીલ બની ગયા હતા કારણ કે પોલીસ પણ એક માનવ છે તે પણ પરિવાર ની ભાવના સમજે છે અને પોતાના કોઈ વહાલસોઈ વ્યક્તિ ગુમ થઈ જાય છે ત્યારે કઠણ કાળજા ધરાવતા પોલીસ કર્મચારીઓ ની આંખ પણ ભીની થઈ જાય છે. એક નાના બાળકનું પોતાના પરિવાર સાથે મિલન કરાવી સુંદર ઉમદા કાર્ય લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા અને પોલીસ કર્મચારીઓ એ કરી પ્રજાના મિત્ર તરીકેની પોલીસની ફરજ અદા કરી હતી.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
