તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૩, સોમવાર
News of Monday, 24th March 2025
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં અસામાજિક તત્વો પર કાર્યવાહી
ચરાડવામાં બે બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું

(દિપક જાની દ્વારા) હળવદ તા.૨૪: હળવદ તાલુકાના ચરાડવા ગામમાં પોલીસે બે બુટલેગરના બાંધકામ પર બુલડોઝર બુટલેગરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવ્યું ફેરવી ૨૫૦ ચોરસ વાર જમીની ખાલી કરાવી હતી.
હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ હળવદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર કાબુ મેળવા ગ્રામ્ય વિસ્તારોમાં-પ્રોહી બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવી છે.હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે સદામ ગુલમહમદ ભટ્ટી સામે ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. સદામ ગુલમહમદ ભટ્ટીના કબજા ભોગવટાનું રહેણાંક મકાન જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવતા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૧૫૦ ચોરસ વાર જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે ૩, ૫૦,૦૦૦નું દબાણ કરી પાકું મકાન બનાવેલ ટ્ટ હોય તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
જ્યારે આમીન અનવરભાઈ કાજેડિયા (રહે.ચરાડવા) સામે ઈંગ્લીશ અને દેશી દારૂના ગુનો દાખલ થયેલ છે. તેને ચરાડવા પીજીવીસીએલ ઓફિસ પાસે આશરે જગ્યા ૧૦૦ ચોરસ વાર (કિ.આ.૧,૫૦,૦૦૦) જમીન ઉપર ઝૂંપડું કરી દબાણ કર્યું તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
ચરાડવા ગામે ઉપરોક્ત બંને બૂટલેગરોએ સરકારી જમીન કુલ આશરે ૨૫૦ ચોરસ વાર (કુલ કિં.રૂ.પાંચ લાખ ) ની જમીન ઉપર દબાણ કરેલું હોય તે જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું સદામ ગુલ મહંમદ ભટ્ટી અને આમીન અનવર કજેડીયાનું બાંધકાચ તોડી
પડાયું હતું. હળવદ પોલીસે દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું. તાલુકાના અન્ય રાણેકપર, માથક સહિતના ગામોમાં કાર્યવાહી હતી.(૩૮.૨)
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
