News of Monday, 24th March 2025
ઓખા-દ્વારકા-પોરબંદર કોસ્ટલ ટ્રેઇન દોડાવવા માટે
સર્વે કામગીરી રેલ્વે બોર્ડ દ્વારા કોસ્ટલ ટ્રેઇન પ્રોજેકટના લોકેશન સર્વેની મંજુરી માટે ૧ કરોડની જોગવાઇ : સૌરાષ્ટ્રમાં આવતા પ્રવાસીઓને માટે આશીર્વાદ સમાન પ્રોજેકટ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૨ : ઓખા-દ્વારકા-પોરબંદર વચ્ચે સી લીન્ક પ્રોજેકટ સંબંધે જયારે કેન્દ્રીય પુર્વ રેલ્વે મંત્રીશ્રી નિતિષકુમાર પદ પર હતા. તેઓશ્રી પર સમયકાળા દરમ્યાન રેલ્વે વિકાસ સુવિધા માટે સૌરાષ્ટ્રની મુલાકાતે પધારેલ તે સમય કાળ દરમ્યાન ભાજપના ૧૧, પોરબંદર લોકસભાના સાંસદ સ્વ. ગોરધનભાઇ જે.જાવીયાના કાર્યકાળ દરમ્યાન ખાસ પુર્વ રેલ્વે મંત્રી નિતિષકુમારને નિયંત્રીત કરી રાજકોટ જીલ્લા વિકાસ તાલુકાના સીદસર મુકામે ઉમીયા માતાજીના દર્શનાર્થે નિમંત્રીત કરાયેલ. જેતે સમયે સ્વ. સાસદસભ્યગોરધનભાઇ જાવીયા દ્વારા ભાવનગર ડીવીઝન (પ.રે.)માં સીનીયર પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખની નિમણુ઼ક તેઓશ્રીની ભલામણથી કરવામાં આવેલ. કુલ ચાર ટર્મ હેમેન્દ્રકુમાર પારેખ ભાજપના સાંસદ ગોરધનભાઇ જાવીયા તથા પુર્વ કોંગ્રેસ તથા ભાજપ સાંસદ વિઠલભાઇ રાદડીયાનું ભાવનગર રેલ્વે સલાહકાર સમીતીમાં પ્રતિનિધિત્વ કરેલ. જેમાં પ્રથમ ટર્મમાં પુર્વ સાંસદ ગોરધનભાઇ જાવીયા પ્રતિનિધી તરીકે ભાવનગર રેલ્વે સલાહકાર સમીતીમાં સને ૧૯૮૩ ની સાલમાં ફલ્ડના કારણે કુતિયાણા ડોક સ્ટેશન ચરાડીયા શાપુર જંકશન તળે ડેમેજ થયેલ. લાઇન કોઇ પણ જાતની પુર્વ જાહેરાત વગર પ્રવાસી લોકોને સાંભળ્યા વગર કાઢી નાખવામાં આવતા તેમજ ગંભીર પ્રસિધ્ધીથી પણ કરાયેલ નહી. જે મુદ્દો ભાવનગર રેલ્વે સલાહકાર સમીતીમાં એજન્ડામાં લેવામાં આવેલ અને સખ્ત વાંધા લેવાયેલ. પ્રત્યુતરમાં ગોળ ગોળ બિન સંતોષકારક માહીતી આપી. પરંતુ તર્કબધ્ધતાના કારણે પુનઃ શાપુર જંકશન-સરાડીયા-કુતિયાણા-ડોક સ્ટેશન હાથ ધરવાનું ડેમેજ થયેલ ટ્રેક તથા રેલ્વે બ્રિજ વગેરે રીનોવેશન કરવા અને બંધ પડેલ કુતિયાણા ડોક સરવે કરી બ઼ધ પડેલ ટ્રેક પુનઃ શરૂ કરવા નિર્ણય લેવાયેલ.
આ શાપુર જંકશન સરાડીયા કુતિયાણા ડોક સ્ટેશન લાઇન બંધ કરવા ઉચ્ચકક્ષાએથી કોઇ સુચના કે મંજુરી માટે? ત્યાર બાદ અત્યંત ગોકળ ગાયની ગતીથી સરવે હાથ ધરવાની કામગીરી શરૂ કરાય. દરમ્યાન શાપુર જંકશન રેલ્વે નકશામાંથી અદ્રશ્ય બન્યુ. હાલ પણ માત્ર શાપુર સ્ટેશન છે. થોડા સમય પહેલા બાંટવા-વંથલી વિગેરે વિસ્તારના નાગરીકોએ લડતનું રણશીંગુ ફુંકયું. કાર્યગતિમાં આવ્યું. સાથોસાત પુર્વ ડીઆરયુસીસી સભ્યશ્રી હેમેન્દ્રકુમાર પારેખની સતત રજુઆત થતી રહેલ. સરાડીયા-કુતિયાણા-વાંસજાળીયા જંકશન અંદાજીત ૪૦ ચાલીસ કિલોમીટર અંતરને વાંસજાળીયા જંકશનથી કુતિયાણા-સરાડીયા સ્ટેશન સુધી નવી ટ્રેઇક નાખવાની રજુઆતને સફળતા મળી. રેલ્વે બોર્ડે સ્વીકારેલ. જે સરવે મંજુર થતા રજુઆત કરનાર પુર્વ ડી.આર.યુ.સી.સી. સભ્ય હેમેન્દ્રકુમાર પારેખને જાણ કરાતા આ પત્રની નકલ રાણાવાવ-કુતિયાણા વિધાનસભાની જે તે સમયે એનસીપી વર્તમાન સમાજવાદી પક્ષના ધારાસભ્ય શ્રી કાંધલ જાડેજાને સરવે પત્રની ઝેરોક્ષ રૂબરૂ મળતા તેઓશ્રી હકિકત નોંધ લઇ રેલવે બોર્ડને રજુઆત કરતા અને સમર્થન આપતો પત્ર લખેલ વિશેષ શું કાર્યવાહી આગળ થઇ તેની જાણકારી કહી જાણી શકાયેલ નથી.
પુર્વ સાંસદસભ્યશ્રી ગોરધનભાઇ જાવીયા દ્વારા તેઓને હજુ દરમ્યાન પુનઃ ભાવનગર રેલ્વે સલાહકાર સમીતીમાં હેમેન્દ્રકુમાર એમ.પારેખની નિમણુંક કરાવતા બીજી ટર્મ સ્વ.સાંસદ ગોરધનભાઇ જાવીયા ઓખા-દ્વારકા-પોરબંદર કોસ્ટલ ટ્રેઇનનું સરવે કરવા અને સમય મર્યાદા બહુ ટુ઼કી હતી.
આ સરવે રીપોર્ટ રૂટ તૈયાર કરવામાંને રજુઆત પ્રત ભાવનગર ડીવીઝન મુંબઇ હેડ ઓફીસ ન્યુ દિલ્હી રેલ્વે મંત્રાલય અને મંત્રીશ્રીને પણ સાંસદ સ્વ. ગોરધનભાઇ જાવીયા તેમજ પુર્વ ડીઆરયુસીસી દ્વારા રજુ કરવામાં આવેલ.
ઉલ્લેખનીય છેકે પુર્વ કોંગ્રેસ ધારાસભ્યશ્રી અને વિરોધપક્ષના નેતા વર્તમાન ભાજપ ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાને આપેલ. તેઓશ્રીએ સક્રિય રસ લીધેલ. તેમજ ભરૂચના રાજય સભાના સભ્ય અહેમદ પટેલના સહકાર મળેલ. કાર્યવાહી હાથ ધરાશે.
કોસ્ટલ ટ્રેઇન પ્રોજેકટ માટે રેલ્વે બોર્ડે ફાઇનલ લોકેશન સરવે (એફએલએસ) મંજુરી માટે ૧ (એક) કરોડ રૂપીયાની જોગવાઇ કરી છે. રેલવે અધિકારીઓએ જણાવેલ લોકેશન સરર્વેથી પ્રોજેકટ કયાંથી શરૂ કરવાનો છે તે જાણવા મળશે.
રેલવે બોર્ડે ગુજરાતમાં પ્રથમ ૦ કી.મી. સી. લીન્ક પ્રોજેકટના ફાઇનલ સરવે લોકેશનને મંજુરી આપી છે.
દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી-લીન્ક પ્રોજેકટ સૌરાષ્ટ્રથી સુરત ૩ મુંબઇ ૬ કલાકમાં પહોંચાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણના લોકોને અમદાવાદ-વડોદરા જવુ નહી પડે.
બીજી તરફ દહેજથી લઇ પોરબંદર-દ્વારકા-ઓખા સુધી ૯ર૪ કી.મી. કોસ્ટલ લાઇનની તૈયારી ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે પોરબંદર જેઠવાવંશી દેશી રાજય એડમીનીસ્ટર શાસન ધરાવતું રાજય હતું. પોરબંદર રાજયને પોતાની રેલ્વે હતી અને પોરબંદર-જામજોધપુર-પોરબંદર ત્યાર બાદ સળંગ પોરબંદર-જેતલસર જંકશન-ધોળા સળંગ પટ્ટો ટ્રેક હતો. ત્યાર બાદ પરિવર્તીત થઇ સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ)ની ટ્રેન તમામ સ્ટેશનો ગોંડલ રાજયે સંભાળેલ અને જી.ડી.એલ. ટુંકુ નામથી જોડાયેલ.
રાજકોટ-ગોંડલ-જેતલસર જંકશન-ધોળા ટ્રેક-જુનાગઢ, વેરાવળ તેમજ વેરાવળ બ્રાન્ચ લાઇન ગોંડલ રાજયનું પ્રભુત્વ આવેલ. તમામ રેલ્વે સ્ટેશન ગોંડલ (જીડીએલ) હસ્તક માલીકી હતી. ગોંડલના સ્વર્ગસ્થ રાજવી ભગતસિંહના ફોટો તમામ સ્ટેશન માલીકી દર્શાવતા લગાડેલ. આજ પણ સૌરાષ્ટ્ર તમામ સ્ટેશન પર અકબંધ જોવા મળે છે. યાત્રીક ગેટ દરવાજા પર મચેલી છે. ગોંડલ રેલ્વેનું જે તે સમય મુખ્ય હબ હતું. વર્કશોપ હતું. રેલ્વે કોચ ગોંડલમાં તૈયાર થતા લાકડાના બનાવવામાં આવતા બારી-વિન્ડો-દરવાજા નીચે રખાતા. વર્તમાન સ્ટીલ કોચમાં જે રીતે વિન્ડો બારીના દરવાજા ઉપર જાય અને ઠેસી અટકાવાય છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
