<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

જસદણમાં સ્‍વ.મહાદેવભાઇ ચાંવ પરિવાર દ્વારા પૂ. મુકતાનંદ બાપુનું સન્‍માન-ભવ્‍ય લોકડાયરો

જુનાગઢ : જસદણના રાધેશ્‍યામ કોટેક્ષ વિંછીયા રોડ ખાતે સ્‍વ. મહાદેવભાઇ ગોપાલજીભાઇ ચાંવ પરિવાર દ્વારા ત્રિવીધ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું જેમાં પૂ. બાપુનું ચાંવ પરિવાર દ્વારા ઢોલ - નગારા અને પુષ્‍યવર્ષા કરી વિનુભાઇ તથા ઘનશ્‍યામભાઇ, અશોકભાઇ અને પ્રદિપભાઇ અને સમગ્ર પરિવાર દ્વારા ભાવભેર સ્‍વાગત કરાયુ હતું. તાજેતરમાં પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભ મેળામાં પૂ. મુકતાનંદબાપુ દ્વારા સતત બે માસ સુધી રોકાણ કરી ભજન અને ભોજનની આહલેક જગાવવા બદલ અખિલ ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ અને શ્રી શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતી એવા પૂ. મુકતાનંદજી મહારાજને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી અને ચાંવ પરિવારએ સન્‍માનિત કરેલ અને ત્‍યારબાદ પૂ. બાપુના ઉપસ્‍થિત લોકોને આશિર્વાદ રૂપે ચાંવ પરિવારે પુષ્‍યવર્ષા કરી સૌને આવકાર્યા હતા ત્‍યારબાદ  જયરાજેશ્વર સંતવાણી ગ્રુપના મોભી જીતુભાઇ ચાવડાગોર, કમલેશ મહેતા પ્રતાપ ગોરભા, દેવલ મહેતા, ડો. વર્ષા મહેતા, ભવધ્‍યિ મહેતા, ઉર્મિલાબેન મહેતા, રીયાબેન પ્રદ્યુમન જોષી, કરણ મહેતા, પ્રણવ જોષી, કેવલ તેરૈયા, રિધ્‍ધીબેન મહેતા, સહિતના કલાકારોને સન્‍માન પત્ર આપી સાલ ઓઢાડી, પૂ. બાપુએ સન્‍માનિત કરેલ. ઉપરાંત સ્‍થાનિક ચૂંટણીઓમાં ચૂંટાયેલ જેમાં રાજૂલા નગરપાલિકાના પ્રમુખ જયોતિબેન મયુરભાઇ દવે, તથા કોર્પોરેટર ભરતભાઇ જાની, જલ્‍પાબેન ઝાખરા તેમજ જામજોધપુરના કોર્પોરેટર નિતેષભાઇ શીલુ, તેમજ જેતપુરના કોર્પોરેટર દુર્ગાબેન જોષી અને જસદણ નગરપાલિકાના કોપોરેટર રેખાબેન પંકજભાઇ ચાંવ અને પુત્રાપાડાના કોર્પોરેટર રમેશભાઇ વરડાંગર, ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્‍ય તરીકે ચૂંટાયેલ પ૭ જેટલા વિજેતા ઉમેદવારોનું ચાંવ પરિવાર દ્વારા સન્‍માપત્ર અને સાલ ઓઢાડી બહુમાન કરાયુ હતું. આ ત્રિવીધ કાર્યક્રમમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિંગ મહેતા, ઉપપ્રમુખ વાસુદેવભાઇ જોષી, મહામંત્રી સંજય દવે, સહમંત્રી જીતુભાઇ બોરીસાગર ઓડીટર કમલેશભાઇ ભરાડ સહ ઓડીટર ભરત જોષી, મેનેજીંગ ટ્રસ્‍ટી દિવ્‍યકાંતભાઇ જોશી, માજી ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી સંઘના પૂર્વ પ્રમુખ ભીખુભાઇ જોષી, નિવૃત્ત ડે. કલેકટર ગુણવંતભાઇ ભરાડ, પરશુરામભાઇ બોરીસાગર, રતિભાઇ મહેતા અમદાવાદના કેળવણીકાર રાજુભાઇ  મહેતા, ગુજરાત સેલ્‍ફ ફાયનાન્‍સ શાળા સંચાલક મંડળનાં પ્રમુખ જતિનભાઇ ગીજુભાઇ ભરાડ, પત્રકાર જયેશ દવે, મેંદરડાના જીવંતભાઇ તેરૈયા, અજય તેરૈયા, જીજ્ઞેશ મહેતા, શાષાી પરેશભાઇ મહેતા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, રમેશભાઇ મહેતા, તેમજ સૌરાષ્‍ટ્ર ગુજરાતના પ્રાંતોમાંથી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં. આ તકે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના દરેક કાર્યક્રમોનું અકિલાના માધ્‍યમથી પ્રચાર અને પ્રસાર કરાવવા બદલ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું, પૂ. મુકતાનંદબાપુએ સાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું. આ પ્રસંગે આશીર્વાદ આપતા પૂજ્‍ય મુક્‍તાનંદ બાપુએ જણાવ્‍યું હતું કે, વિશ્વના આ સૌથી મોટા આધ્‍યાત્‍મિક મહાકુંભ મેળાએ હિન્‍દુત્‍વને ઉજાગર કરેલ છે અને વિશ્વને સનાતન ધર્મની એકતાનો એક અનેરો સંદેશો આપેલ છે આપણે આપણી સંસ્‍કળતિ અને સભ્‍યતાનું પાલન કરીને અન્‍ય માટે સદભાવના રાખીએ છીએ સંત શ્રી મુક્‍તાનંદ બાપુએ આ તકે સમાજને વિકાસના ઊંચા શિખરે લઈ જવા માટે એકતા કેળવીને પરસ્‍પર સુખ દુઃખમાં મદદરૂપ બનવા અને ઈશ્વર આપેલ ધન સંપત્તિનો સમાજના ઉત્‍કર્ષમાં ઉપયોગ કરવા અપીલ કરી હતી. આપણે જે સમાજમાં જન્‍મ લીધો તેનું ઋણ ચુકવવું જોઈએ અને તેના માટે હંમેશા તત્‍પરતા દાખવી જોઈએ તેમણે અંતમાં સમાજને તન મન અને ધનથી મદદરૂપ થવા માટે તત્‍પરતા દાખવી હતી.

 પ્રારંભમાં સૌ મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત શ્રી અશોકભાઈ ચાવે કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ જોશી એ કર્યું હતું અને આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી રા.સેવા સંઘના હોદ્દેદારો જ્ઞાતિના અગ્રણીઓ પંચાયત નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્‍યો જ્ઞાતિના ઉગતા લોક કલાકારો મોટી સંખ્‍યામાં જ્ઞાતિજનો અને મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે પૂજ્‍ય મુક્‍તાનંદ બાપુનું ભાવભર્યું સ્‍વાગત કરવા માટે સામૈયુ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સર્વજ્ઞાતિ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહી ચાંવ પરિવાર પ્રત્‍યે અહોભાવ વ્‍યકત કર્યો હતો. અને તસ્‍વીરના સૌજન્‍ય જસદણના કિરીટભાઇ તેરૈયા ઓમ ડીઝીટલ સ્‍ટુડીયો બન્‍યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:37 AM IST)