News of Monday, 24th March 2025
સુત્રાપાડામાં નવનિયુક્ત ભાજપ અધ્યક્ષનું સન્માન

સુત્રાપાડા : મુકામે ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ ડો. સંજયભાઈ પરમાર સુત્રાપાડા શહેર અને તાલુકા ની મંડળ પરિચય બેઠક તેમજ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજેશભાઈ ચુડાસમા જુનાગઢ ગીરસોમનાથ સાંસદ, જશાભાઈ બારડ પૂર્વ કેબિનેટ મંત્રી, મહેન્દ્રભાઈ પીઠીયા પૂર્વ પ્રમુખ ગીરસોમનાથ જિલ્લા ભાજપ,દિલીપભાઈ બારડ મહામંત્રી ગીરસોમનાથ જિલ્લા ભાજપ,રાજવીરસિંહ ઝાલા ઉપ્રમુખ ગીરસોમનાથ જિલ્લા પંચાયત,મનહરભાઈ બારડ પ્રમુખ સુત્રાપાડા નગરપાલિકા, ઉપપ્રમુખ નરેશભાઈ સુરસિંહભાઈ મોરી સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ, પ્રતાપભાઈ બામણીયા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ રામભાઈ ચૌહાણ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને બોહળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : રામસિંહ મોરી, સુત્રાપાડા)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
