<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ભુજ-રાજકોટ ટ્રેનને વાંકાનેરમાં સ્‍ટોપ ન મળતા નારાજગીઃ કેશરીદેવસિંહની વિવિધ ટ્રેન મુદ્દે રજૂઆત

રાજયસભાનાં સાંસદ દ્વારા રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સમક્ષ માંગણી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૪ :..  ભુજ-રાજકોટ ટ્રેનને વાંકાનેરમાં સ્‍ટોપ ન મળતા લોકો નારાજ થયાનું ભાજપ દ્વારા રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાને રજૂઆત કરાઇ છે.

આ ઉપરાંત નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને મળીને રેલ્‍વે વિભાગને લગતા વાંકાનેર તથા સૌરાષ્‍ટ્રને સાંકળતા મુદ્‌્‌ાઓની બાબત નિમ્‍ન   લિખિત રજૂઆતો સાંસદ સભ્‍ય કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્‍યું છે કે, અહીંથી દરેક રૂટની ટ્રેનો પસાર થતી હોય, જેમ ૧ર જેવી ટ્રેનોનો સ્‍ટોપ વાંકાનેર રેલ્‍વે જંકશન પર ન હોય જેને તાત્‍કાલીક સ્‍ટોપ આપવો કારણ કે મોરબી જિલ્લો ઉદ્યોગમાં સૌરાષ્‍ટ્રમાં ફર્સ્‍ટ ક્રમે હોય અહીં અસંખ્‍ય વેપારી તેમજ મજૂર વર્ગ આવક-જાવક કરતો હોય માટે તાકીદે યોગ્‍ય કરવા વિનંતી આ ટ્રેનની વિગત નીચે આપેલ છે. (કચ્‍છ-ગાંધીધામ - ભુજથી નીકળતી અમુક ટ્રેનોને સામખયારી તેમજ માળીયાથી મોરબી-વાંકાનેર-સુરેન્‍દ્રનગર રૂટ ચેન્‍જ કરવા બાબત આ ટ્રેનોની વિગત નીચે આપેલ છે), મોરબી થી સુરત ઇન્‍ટરસીટી ડેઇલી ટ્રેનની ખાસ જરૂર હોય.

જે મોરબી જિલ્લાની લોકલ પબ્‍લીકની ડીમાન્‍ડ હોય, જે યોગ્‍ય કરવું જરૂરી હોય. વાંકાનેર શહેર તેમજ તાલુકાની દરેક પબ્‍લીકને રેલ્‍વે જંકશન જવા માટે મીલ પ્‍લોટ રેલ્‍વે ક્રોસિંગ પાસ કરીને જવું પડતું હોય, અનેકવાર ટ્રેન છૂટી જેવાના પ્રશ્નો બનતા હોય છે, તેમજ એમર્જન્‍સી વાહનો માટે પણ આવી દશા છે. અગાઉ પણ આ અંડર બ્રિજ માટે વેસ્‍ટન રેલ્‍વેના જીએમને પણ લેખિત કરેલ છે.

 

(11:40 AM IST)