News of Monday, 24th March 2025
ભુજ લોહાણા મહાજન દ્વારા શ્રી દરિયાલાલ જયંતી મહોત્સવની ઉજવણી નિમીતે ભવ્યાતી ભવ્ય બાઇક રેલી યોજાઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૪: ઈષ્ટદેવ શ્રી દરિયાલાલજીની ૮પ૨મી જન્મ જયંતિ તા.૩૦/૩/૨૦૨૫ - રવીવારે થનારી ઉજવણી અન્વયે આજરોજ તા.૨૩/૩/૨૦૨૫-રવિવારે ભુજમાં શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી. રવાણી ફળીયા સ્થિત જલારામ મંદિરથી પ્રસ્થાન પામેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ફરીને દરિયાસ્થાન મંદિર ચોક ખાતે પુર્ણ થઈ હતી. જેમાં ૨૦૦૦ થી વધુ બાઈક સ્કુટર સાથે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધેલ હતો.
આ ભવ્ય બાઈક રેલીને મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર, મંત્રી હિતેશભાઈ ઠકકર, ખજાનચી મૂળરાજભાઈ ઠકકર, સહમંત્રી સંજયભાઈ ઠકકર, ડો. ફુલ્લાબેન ભીડે, યુવા મંડળના પ્રમુખ નીલભાઈ સચદે તથા મહીલા મંડળના પ્રમુખ મમતાબેન વી. ઠકકર, માધાપર લોહાણા મહાજનના પ્રમુખ મનોજભાઈ ઠકકર, અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખશ્રી જયેશભાઈ સચદે, અખિલ કચ્છ મહાજનના ઉપપ્રમુખ તુષારભાઈ આઈયા અને દાતા પરીવારના શ્રી મુળજીભાઈ કેશરીયા વગેરેએ ઝંડી ફરકાવી બાઈક રેલીને પ્રસ્થાન કરાવેલ હતી. મહાજનના, યુવા મંડળના તથા મહીલા મંડળના કારોબારી સભ્યો, લોહાણા જ્ઞાતિની વિવિધ સંલગ્ન સંસ્થાઓના હોદેદારો તથા સભ્યો વ્યવસ્થામાં જોડાયા હતા.
શ્રી ભુજ લોહાણા મહાજન આયોજીત ભવ્ય બાઈક રેલીમાં ડ્રેસકોટમાં સજ્જ જ્ઞાતિજનો ને લોહાણા યુવા મંડળ, ઉમેદનગર કોલોની, રાવલવાડી રઘુવંશી નગર અને મુંદરા રિલોકેશન સાઈટ સ્થિત પ્રમુખસ્વામીનગર ખાતે સ્વાગત સન્માન તથા ઠંડાપીણા વિગેરેની વ્યવસ્થા રખાઈ હતી.
ભુજના જયુબિલી સર્કલ પાસે યુવા મંડળના સભ્યો દ્વારા હનુમાન ચાલીસા બોલાવવામાં આવેલ હતી. આ બાઈક રેલીના સમાપન સમયે મહાઆરતી અને પ્રસાદ હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ હતા.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
