News of Monday, 24th March 2025
સનાળાનાં ૧૧૭ વર્ષના લાધાબાપા અને ૧૧૪ વર્ષનાં મોંઘીમા આઝાદીના ચળવળનો હિસ્સો બન્યા હતા
વયોવૃધ્ધ દંપતિએ પાંચ પેઢી જોઇઃ હાલવા ચાલવામાં પણ સમર્થ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૪: આજે કોઈ વ્યક્તિ ૧૦૦ વર્ષની શતક આયુષ્ય ભોગવીને જીવન જીવતા હોય તે અત્યારે કાલ્પનિક વાતો લાગે પણ આજે પણ ૧૦૦ વર્ષ ઉપરાંતનું વયોવળધ્ધ યુગલ ગ્રામીણ ગામડામાં જીવન પસાર કરી રહ્યું છે ને ૫ પેઢી જોઈ ચૂકેલા દંપતી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલની સાથે આઝાદીની ચળવળમાં હિસ્સો લઈ ચૂકેલા લાઘાબાપા ૧૧૭ અને તેમના ધર્મપત્ની મોંઘીમાં ૧૧૪ વર્ષે અડીખમ ઊભા છે
આ છે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના સનાળી ગામે આ વ્યોવળધ્ધ દંપતી છે લાઘા બાપા અને મોંઘી માં લાઘા બાપાની ઉમર અત્યારે ૧૧૭ વર્ષ છે જ્યારે તેમના ધર્મપત્ની મોંઘી માં ની ઉમર છે ૧૧૪ વર્ર્ષ સનાળી ગામે ખેતી કરીને પરિવારનું ગુજરાન કરતા આ ખેડૂત પરિવારની હાલ ૫ પેઢી જોઈ ચૂકેલા લાધા બાપા બે ત્રણ દિવસથી તાવ ને કારણે બોલવામાં સક્ષમ નથી પણ હજુ લાઘા બાપા ત્રણ ટાઇમ ભોજન લે છે અને મોંધી માં પણ બધું ભોજન આરોગી શકે છે ઉમર ને કારણે ચાલવામાં થોડી તકલીફ થઈ રહી છે લાકડીના ટેકે ચાલતા લાઘા બાપા આઝાદીની ચળવળ વખતે મહાત્મા ગાંધી દ્વારા આંદોલન કર્યા ને અંગ્રેજો સામેની લડત વખતે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અમરેલી જીલ્લામાં આવેલા ત્યારે કુકાવાવ રેલવે સ્ટેશન સુધી મૂકવા ગયેલા લાઘા બાપા રાષ્ટ્ર સમર્પિત નેતાઓ સાથે પણ આઝાદીની લડાઈની ચળવળમાં હિસ્સો લઈ ચૂકેલા છે તો તે વખતે બહારવટિયા ના રાજ જતા હતા ને ભૂપત બહારવટિયા થી આખું પરગણું ધ્રુજતુ તેવા બહારવટિયાઓ સૌરાષ્ટ્રમાં વધુ હતા તેવા બહારવટિયા ને પણ નજીકથી ઓળખતા હતા તેવું મોંધી માં એ જણાવ્યું હતું જ્યારે હાલ મોંધી માં હજુ પણ ૧૧૪ વર્ષની ઉંમરે અખબારો વાંચી લે છે કીર્તન કરે છે ને ૪ ચોપડી ગાયકવાડી રાજ વખતે ભણ્યા હોવાનું જણાવે છે.
જ્યારે હાલ ઓછું સંભળાતા લાધા બાપાએ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આઝાદીની ચળવળ વખતે ગયા હોવાનું સ્વીકાર્યું હતું ગાયકવાડ રાજ વખતે ભણવાનું ફરજિયાત કર્યું ત્યારે તે સમયની વાતો પણ મોંધી માએ હસતા મોઢે જણાવી હતી ને કીર્તન આ ઉમરે પણ કર્યા હતા જ્યારે ૫ પેઢીઓ જોઈ ચૂકેલા વ્યોવળધ્ધ દંપતીએ લાઘા બાપા અને મોંધીમાંના ૮૦ વર્ષના દીકરાએ વલ્લભભાઈ ગજેરાએ તેનાથી ૨ મોટાભાઈ નું દુઃખદ અવસાન થયું છે ને માતા પિતાની છત્રછાયા માં આખો પરિવાર સુખેથી રહેતું હોવાનું જણાવ્યું હતું.
શતાયુ આયુષ્ય પાર કરી ચૂકેલા વ્યોવળધ્ધ લાધા બાપા અને મોંધી માં સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે વિતાવેલી પળોના સાક્ષી બન્યા હતા.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
