News of Monday, 24th March 2025
સરકારી અધિકારી ન હોવા છતાં કાર ઉપર કલેક્ટર નું બોર્ડ તથા લાલ લાઈટ લગાવનાર ખંભાળિયાના જીલ પંચમતીયા અને રાજકોટ સ્પીપા ક્ષેત્રીય તાલીમ કેન્દ્વના કેશા દેસાઇની ધરપકડ

કારમાં આગળ લાલ કલરના બોર્ડમાં ADDL. COLLECTOR & ADDL. DISTRICT MAGISTRATE (A.D.M.) (PROBATION) લખેલ હતું: પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ , રાજકોટ વિભાગ રાજકોટ, તથા દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા કાર્યવાહી
(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૩: ખંભાળીયા ટાઉનશ્ર્ાં વિસ્તારમાં કાર ઉપર પોલીસની લાઇટ તથા ADDL. COLLECTOR & ADDL. DISTRICT MAGISTRATE (A.D.M.) ના ખોટા હોદા વાળા બોડૅ લગાવનાર કુલ-૦૨ આરોપીઓને ખંભાળીયા પોલીસે પકડી પાડ્યા છે.
પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ , રાજકોટ વિભાગ રાજકોટ, તથા દેવભુશ્ર્ી દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા દેવભુમી દ્વારકા જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા અને અને વારંવાર પકડાયેલા ઇસમો ઉપર જરૂરત મુજબ અટકાયતી પગલાઓ લઇ કાયદેસરની કાયૅવાહી કરવા સુચનાઓ આપવામા આવેલ હતી.
જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડો.હાર્દીક પ્રજાપતી , ખંભાળીયા વિભાગ ખંભાળીયા, નાઓએ ખંભાળીયા ડીવઝનમાં ગંભીર પ્રકારના ગુન્હાઓશ્ર્ાં સંડોવાયેલ આરોપીઓ તથા અસમાજીક તત્વો ઉપર કાયૅવાહી કરવા માગૅદશૅન તથા સુચના આપવાશ્ર્ા આવેલ હતી.
જે અનુસંધાને ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એલ.દેસાઇ સાહેબ નાઓએ બીટ/ઓપી ઇન્ચાર્જ તથા સવેલન્સ સ્ટાફને ખંભાળીયા પો.સ્ટે. વવસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ તથા અસમાજીક તત્વો ઉપર કાર્યવાહી કરવા માગૅદશૅન તથા સુચના આપવામા આવેલ હતી.
ગઇ તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ સવેલન્સ સ્ટાફના કર્મચારીઓ તથા પો.સબ.ઇન્સ. વી.એમ.સોલંકી દેવભુમી દ્વારકા જીલ્લા ટ્રાફીક શાખા નાઓ પેટ્રોલીંગ દરમ્યાન ખંભાળીયા રામનાથ સોસાયટીમાં બથીયા ચોક પાસે પાંજરાપોળની બાજુમાં એક ગ્રે કલરની મારૂતી સુઝુકી કંપનીની સેલેરીઓ કાર રજી. નં.જીજે૦૩કેપી-૯૧૧૩ નંબર વાળી ટેકસી પાસીંગ નંબર પ્લેટ હોય. જે કારશ્ર્ાં આગળ લાલ કલરના બોર્ડમાં ADDL. COLLECTOR & ADDL. DISTRICT MAGISTRATE (A.D.M.) (PROBATION) લખેલ તથા ગાડીની ઉપરના ભાગે પોલીસના સરકારી વાહનો જેવી લાઇટ લગાવેલ તથા પાછળની બાજુ પણ લાલ કલરના રેડીયસ્ટીકર માં R.A.C. & A.D.M. (PROBATION) લખેલ જોવામાં આવેલ જેથી આ કારના નંબર પોકેટકોપ એપ્લીકેશન વડે ચેક કરી કારના માલીકનો સંપકૅ કરવામા આવેલ હતો. તપાસ દરમ્યાન પુછપરછ કરતા આરોપીઓ જીલ ભરતભાઇ પંચમતીયા ઉવ.૨૫ ધંધો-અભ્યાસ રહે.રામનાથ સોસાયટી, ગરબી ચોક પાસે, પાંજરાપોરની બાજુમાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા અને કેશા કેતનભાઇ દેસાઇ ઉવ.૨૬ ધંધો-સ્પીપા ક્ષેત્રીય તાલીમ કેન્દ્વ રાજકોટ રહે.આશુતોષ શેરી નં.૬ બ્લોક નં.૨૪ બી/૨ યુનીવસીટી રોડ, રોજકોટ મુળ રહે.બીલખા બીલનાથ શેરી તા.વીસાવદર જી.જુનાગઢ પોતે કોઇ રાજ્ય સેવક તરીકેનો હોદ્દો ધરાવતા ન હોય તેમ છતા કારમાં અધીકારીના બોડૅ તથા પોલીસની લાઇટ લગાવી કારનો પોતાના અંગત હેતુસર જાહેરમાં ઉપયોગ કરતા હોય જેથી નીચે જણાવેલ નામવાળા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરી આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સ. એમ.આર.બારડ દ્વારા હાથ ધરવામા આવેલ છે.
આ. કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સી.એલ.દેસાઇ (ખંભાળીયા પો.સ્ટે.) પ્રા.પો.ઇન્સ. કે.એસ.ગોહીલ (ખંભાળીયા પો.સ્ટે.) પો.સબ.ઇન્સ. વી.એમ.સોલંકી (દેવભુમી દ્વારકા જીલ્લા ટ્રાફીક) એએસસઆઇ હેમંતભાઇ નથુભાઇ નંદાણીયા (સવેલન્સ સ્ટાફ) પો.હેડ.કોન્સ. ભરતભાઇ શ્ર્ાલદેભાઇ જમોડ (સવેલન્સ સ્ટાફ)પો.હેડ.કોન્સ. દિવ્યરાજવસિંહ પળથ્વીરાજવસિંહ જાડેજા (સવેલન્સ સ્ટાફ) પો.હેડ.કોન્સ. સામતભાઇ પબુભાઇ ગઢવી (સવેલન્સ સ્ટાફ) પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપવસિંહ ઝાલા (સવેલન્સ સ્ટાફ) પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સવેલન્સ સ્ટાફ)પો.કોન્સ. અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા (સવેલન્સ સ્ટાફ) દ્વારા કરવામાં આવી છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
