<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

જુનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની બહેનોનું ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે સન્‍માન

અમદાવાદ ખાતે યોજાયેલ સન્‍માન સમારોહમાં મહિલા મંડળની બહેનોને એવોર્ડ એનાયત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪:  જીલ્લામાં કાર્યરત જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની કામગીરીને અને સેવાકીય પ્રવળતિને ધ્‍યાને લઈને ગુજરાત સરકારના મુખ્‍યમંત્રીના હસ્‍તે એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.  દાતાઓના સહયોગથી જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ જુનાગઢમાં ૨૦૧૧થી કાર્યરત છે.

અલગ અલગ સામાજિક કાર્ય દ્વારા આ સંસ્‍થાના મુખ્‍ય સ્‍થાપક સમૂહ લગ્ન પ્રણેતા અને સમુહ લગ્ન સમિતિના પ્રમુખ અને આગેવાન હરસુખભાઇ વઘાસીયાના વડપણ હેઠળ ચાલતી  સંસ્‍થા અને સંસ્‍થાની જવાબદારી નિભાવતા પ્રમુખ પ્રીતિબેન વઘાસિયા આ સંસ્‍થા દ્વારા સર્વ જ્ઞાતિ બહેનોને  જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપવાનુ કાર્ય કરે છે. એક પણ રૂપિયો લીધા વગર જે બહેનોને જરૂર છે એવી બહેનોને આજ સુધીમાં ૫૫૦૦  સુધી વધારે સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્‍યા છે. તે ઉપરાંત જુનાગઢ, સોમનાથ પોરબંદર અને રાજકોટ જિલ્લાના ૪૦૦ જેટલા ગામડાઓમાં બેઠકો યોજીને મહિલાને શૈક્ષણિક અને સામાજિક રીતે જાગળત કરવાના કાર્યો કરેલ છે. આ ઉપરાંત સોરઠ પંથકના વિવિધ ગામોમાં સમૂહ લગ્ન કરીને, ૨૦૦૦થી વધુ દીકરીઓને સાસરે વળાવવાનું ભગીરથ કાર્ય સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઈ  વઘાસિયાના વડપણ હેઠળ આ સંસ્‍થા  દ્વારા કરવામાં આવેલ છે. તેમજ ૩૬ થી વધુ ગામોમાં સમાજ ભવન બનાવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડેલ છે. તેમજ ૮૦ થી વધુ મેડીકલ કેમ્‍પ યોજેલ છે  અને ૫૦૦ થી વધુ આંતરીક સમાધાન પણ આ સંસ્‍થા દ્વારા કરવામાં આવેલ છે.

આમ, વિવિધ સેવાકીય પ્રવળતિઓને ધ્‍યાને લઈને આ સંસ્‍થાનું મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે મહિલા મંડળના પ્રમુખ પ્રીતિબેન વઘાસિયા, ઉપપ્રમુખ શ્રી વિભાબેન ઠુમ્‍મર, મંત્રી શ્રી ચાર્મી લકડ ખજાનશ્રી ડોક્‍ટર પ્રતીક્ષાબેન મોરી, સહ ખજાનચી રેખાબેન હિરપરા અને તેમજ સમૂહ લગ્ન પ્રણેતા હરસુખ  વઘાસીયા એવોર્ડ લેવા માટે  હાજર રહેલ હતા

(1:47 PM IST)