News of Monday, 24th March 2025
જુનાગઢ ગીરનાર તળેટી ભવનાથ ખાતે ગૌરક્ષ આશ્રમના બ્રહ્મલીન મહંત પૂજ્ય ત્રિલોકનાથબાપુની ૩૩મી પુણ્યતિથિની શેરનાથબાપુ દ્વારા ધામધૂમથી ઉજવણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪: જુનાગઢ ગીરનાર તળેટી ભવનાથ ખાતે આવેલ ગૌરક્ષ આશ્રમ ના મહંત પીરયોગી શેરનાથ બાપુના ગુરુદેવની ૩૩મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભંડારો અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા પૂજ્ય સેરનાથબાપુએ તેમના ગુરુ શ્રી ત્રિલોકનાથ બાપુની ૩૩મી પુણ્યતિથિ પ્રતિ વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને સાધુ સંતોને ભોજન પ્રસાદ અને સેવક સમુદાય અને ભાવિકો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લે છે જેમાં ગઈકાલે વહેલી સવારે બાપુની સમાધિનું પૂજન અને બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણી ના કાર્યક્રમમાં આખો દિવસ ધર્મમય માહોલ ઊભો થયો હતો જેમાં ઉપલા દાતારના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા શેરનાથબાપુ ના ગુરુ શ્રી ત્રિલોકનાથ બાપુને શ્રદ્ધાંજલિ અર્પવા મહંત શ્રી ભીમબાપુ વતી તેમના સેવકોએ પૂજ્યશ્રી શેરનાથબાપુ નું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આશીર્વાદ લીધા હતા. (તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
