<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

મોરબીમાં શહિદ દિવસ નિમિતે અગ્રણીએ શહિદવીરોની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલી અર્પણ કરી.

અજય લોરીયાએ નાગરિકોને આઝાદીના મૂલ્યો જાળવવા અને રાષ્ટ્રવાદના પગલે દેશ અને સમાજને ઉપયોગી રહેવા આહવાન કરાયું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સમગ્ર ભારતમાં આજે શહીદ દિન નિમિત્તે ભારતની આઝાદીના સાચા હીરો અને દેશ માટે હસતા મોં એ ફાંસીએ ચઢનાર શહીદોને યાદ કરવામાં આવે છે. ત્યારે મોરબીના સેવાભાવી યુવાન અને મોરબી જિલ્લા પંચાયતના ઉત્પાદન-સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરિયા દ્વારા શહિદ દિવસ નિમિતે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ શહિદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ તથા લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તથા તેની આસપાસ સફાઈ હાથ ધરવામાં આવી હતી. પ્રતિમાને સ્વચ્છ કર્યા બાદ પુષ્પાંજલી અર્પણ કરી શહીદોની ખુમારી અને દેશ દાઝને યાદ કરી અજય લોરીયાએ નાગરિકોને આઝાદીના મૂલ્યો જાળવવા અને રાષ્ટ્રવાદના પગલે દેશ અને સમાજને ઉપયોગી રહેવા આહવાન કરાયું હતું.

(7:19 PM IST)