<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

વિસાવદર બેઠક પર AAP અને કોંગ્રેસનું ગઠબંધન ? :ગોપાલ ઇટાલિયાના દાવા પર જાણો મનીષ દોશીએ શું આપ્યો જવાબ

વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર નથી થઈ એ પહેલા જ આમ આદમી પાર્ટીએ ગોપાળ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા

વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.  ચૂંટણી જાહેર નથી થઈ એ પહેલા જ આમ આદમી પાર્ટીએ ગોપાળ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે જ હવે ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સાથે વાવ બેઠક વખતે જ સમજૂતી થઈ હતી. અમે વાવમાં ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. હવે કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઊભા નહીં રાખે તેવી આશા છે. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું છે.  

 

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જે દિવસે વાવ વિધાનસભાની બેઠકની ખાલી હતી ત્યારે વિસાવદરની બેઠક પણ ખાલી હતી. અને તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું કે વાવ વધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉંભા નહીં રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમાં આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ઊભા નહીં રાખે. આવી વાત તે સમયે થયેલ. એ મુજબ અમે વાવમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો. એટલે અમને આશા છે. વિશ્વાસ છે જે વાત અમારી ફાયનલ થઈ છે એ મુજબ કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે 

 કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ એક તરફી રીતે પોતાની અનુકુળતા મુજબ આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે. એ તેમનો અધિકાર છે. પણ એ અર્થ નથી કે, કોંગ્રેસ પર ગમે તેવા આરોપો મૂકે. વાતચિત વિના જાહેરાત કરવી અને બીજી તરફ ભાષાની મર્યાદા વગર આરોપ લગાવવા સંયોગ એવો છે. જે રીતે મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં AAP એડિપોઝિટ ગુમાવી છે. ત્યારે આગામી દિવસો માટે વિસાવદર બેઠક માટે ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ યથા યોગ્ય સમયે પ્રદેશનું નેતૃત્વ ચર્ચાવિચારણા કરશે.  જે જરૂરી જણાશે એ નિર્ણય કરવામાં આવશે. આમને અમારો સહયોગ લેવો છે અને કોંગ્રેસ વિષે ગમે તે વાત પણ કરવી છે. બંને એક સાથે ન ચાલી શકે.

(8:15 PM IST)